કોઝીકોડ તા.8

કેરળમાં વિમાન દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયા છે અને ઈજાગ્રસ્ત 127 લોકો હોસ્પીટલમાં છે. બાકીનાને ઘરે જવા દેવામાં આવ્યા છે ઘટનાની તપાસ માટે ડીજીબીએ દ્વારા તપાસના આદેશ અપાયા છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી આજે કોઝીકોડ પહોંચ્યા હતા અને તેમણે દુર્ઘટનાની રજેરજની વિગતો જાણી હતી. તેમણે ભોગ બનનારાના પરિવારજનોને 10-10 લાખ અને ગંભીર રીતે ઈજા પામેલાઓને બે-બે લાખની સહાય જાહેર કરી હતી. સામાન્ય રીતે ઈજા પામનારાને 50000ની સહાય આપવામાં આવશે

પુરીએ આજે ઈજાગ્રસ્ત લોકોની હોસ્પીટલોમાં મુલાકાત લીધી હતી, અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દિલસોજી આપી હતી, તેમણે કોઝીકોડ એરપોર્ટની મુલાકાત લઈ બચાવ-રાહત કાર્ય નિહાળ્યા હતા.