દાહોદ

દાહોદ તાલુકાના વરમખેડા ગામના બુટલેગરના કબજા ભોગવટામાં રહેણાંક મકાનમાં રાત્રિના સમયે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા ૧.૧૦ લાખ ઉપરાંત ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના વરમખેડા ગામના પુજારા ફળિયામાં રહેતા બુટલેગર ભરતભાઈ માનસિંગભાઈ પરમાર ના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં વિદેશી દારુનો જથ્થો મુકેલ હોવાની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસ ની ટીમે ગત રોજ રાત્રિના સવા નવ વાગ્યાના સુમારે વરમખેડા ગામ ના પુજારા ફળિયામાં રહેતા બુટલેગર ભરતભાઈ માનસિંગભાઈ પરમાર ના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી ઘરમાં તલાશી લઈ ઘરમાંથી રૂપિયા ૧,૧૦,૫૨૦/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૯૭૨ પકડી પાડી કબજે લઇ બુટલેગર ભરતભાઈ માનસિંગભાઈ પરમાર ની ધરપકડ કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.