દિલ્હી-

દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા દોઢ લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના એક લાખ 45 હજાર 384 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોનાના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી 794 લોકોનાં મોત થયાં. આ સાથે, આ રોગથી મૃત્યુઆંક 1,68,436 પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે, શનિવારે સવારે બહાર પાડેલ આંકડા મુજબ, દેશમાં 10,46,631 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,19,90,859 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે દેશનો રીકવરી દર 90.79 ટકા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખથી વધુ, પરીક્ષણો કરવામાં આવ્યા- દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 લાખથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર ના જણાવ્યા અનુસાર, 09 એપ્રિલના રોજ 11,73,219 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં દેશમાં કુલ 25,52,14,803 પરીક્ષણો કરવામાં આવ્યા છે.