રાજસ્થાન-

શિરોહી જિલ્લાના આબુ રોડ-માઉન્ટ આબુ રોડ પર રવિવારની રાત્રિએ બ્રેક ફેઇલ થવાને કારણે ગુજરાતની ખાનગી બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.આ બસમાં આણંદ જિલ્લામાં આવેલા ખંભાત શહેરના લોકો પ્રવાસ કરી રહ્યા હતા. તેમને માઉન્ટ આબુ ફરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.