રાજકોટ, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પીરિયલ પેલેસ ફરી એક વખત વિવાદમાં આવી છે. બુધવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હોટેલ ખાતે દરોડો પાડી જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. હોટેલના છઠ્ઠા માળે રૂમ નં.૬૦૫માં જુગાર રમતા ૧૦ જેટલા પત્તાપ્રેમીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ જ રૂમમાં યુવતીનો નગ્ન ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ૧૦ લાખની રોકડ કબ્જે કરી છે. સાથે ફોર્ચ્યુનર, સફારી કાર અને આશરે ૧૦ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર હોટેલ ઈમ્પીરિયલ પેલેસમાં છઠ્ઠા માળે પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં છઠ્ઠા માળે ૧૦ જેટલા પત્તાપ્રેમીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબીના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા મુખ્ય સંચાલક હોવાનું અને તેમને બાકીના આરોપીઓને બોલાવી જુગાર રમવા આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે ઈમ્પીરિયલ હોટેલમાં રેડ કરવામાં આવી છે અને નરેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૦ જેટલા શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પકડાયેલા આરોપીઓ પ્રથમ વખત રમવા આવ્યા હતા કે અગાઉ પણ રમવા આવતા હતા તે સહિતના મુદ્દે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આ જ હોટેલના છઠા માળે રૂમ નંબર ૬૦૫માં અગાઉ યુવતીનો ન્યૂડ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. બાદમાં પોલીસે વીડિયો હ્લજીન્માં મોકલ્યો હોવાનું બહાનું ધરી ભીનું સંકેલવા પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ઝડપાયેલા આરોપીઓ

• નરેન્દ્રસિંહ જાડેજા

• અરવિંદ ફળદુ

• રાજુ મહેતા

• કમલેશ પોપટ

• ભરત દલસાણીયા

• પ્રદિપ ચાવડા

• મનીષ સોની

• કરણ પરમાર

• વિપુલ પટેલ

• રસિક ભાલોડીયા