વડોદરા

વડોદરા જીલ્લામાં આવેલ અંકોડિયા ગામની પ્રાથમિક શાળામાં ૧૦ પથારીનું આઈશોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં મફત પ્રાથમિક સારવારની સાથે જમવાની વ્યવસ્થા પણ ગામ તરફથી કરવામાં આવીછે. ગામમાં વયસ્ક વ્યક્તિઓ માટે તેમજ તાત્કાલિક સારવારને પહોંચી વળવા એમ્બ્યુલન્સની સુવિધા પણ ગામ તરફથી કરવામાં આવી છે. “અમારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત વડોદરા જીલ્લામાં આવેલ અંકોડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ૧૦ પથારી ઘરાવતું આઈશોલેશન સેન્ટર શરુ કરવામાં આઅવ્યું હતું.

આ આઈસોલેશન સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ઘરાવનારા દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે. તે સિવાય જે દર્દીઓ પાસે પોતાના ઘરે આઈસોલેટ થવાની સુવિધા ન હોય તેમને પણ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ગામ તરફથી સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે મફત નાસ્તા તેમજ જમવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. તે સિવાય ગામમાં સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુ થી માસ્ક સેનેટાઈઝરનું વિતરણ કરવાની સાથે વાયરસથી બચવા માટેના ઉપાયોની પણ સમજ આપવામાં આવેછે. ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝડપથી સારવાર માટે પહોંચી રહે તેમજ વધુ સારી રીતે કામગીરી કરી શકે તે માટે ગામના એક સેવાભાવી વ્યકિત તરફથી સાત તાખની એમ્બ્યુલન્સ પણ ભેટ આપવામાં આવી છે.