રાજકોટ,

હાલ રાજ્યમાં કોરોનાની Âસ્થતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ ૭૦૦ને પાર પહોંચેલો કોરોના હવે રોજના ૮૦૦ કેસોની નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે ૭૭૮ કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ઝપેટમાં એક આખો પરિવાર આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના ૧૦ લોકો સંક્રમિત બન્યા છે જે ૧૦ પૈકી ૩ લોકો હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ૭ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ સિવાય રાજકોટમાં પણ એક જ પરિવારના ૧૬ લોકોને કોરોના પોઝિટીવ આવ્યા છે. રાજકોટમાં ફરી વખત કોરોનાએ ચિંતાભર્યું વાતાવરણ સર્જ્યું છે. એક જ દિવસમાં શહેર અને જિલ્લામાંથી ૪૫ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૩ પરિવારમાંથી ઉત્તરક્રિયામાં ભેગા થયેલા હુંબલ પરિવારના બે દિવસમાં ૧૭ જ્યારે અન્ય બે પરિવાર પોઝિટિવ આવ્યા છે. સિવિલમાં રાજકોટ અને અન્ય જિલ્લા સહિત ૧૨ના મોત થયા છે. જેની સામે મંગળવારે અમદાવાદમાં પાંચ જ મોત થતાં રાજકોટ અમદાવાદ કરતા આગળ નીકળ્યું હતું.

આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસ ૫૦૭ થયા છે જેમાંથી ૧૯૭ સારવાર હેઠળ, ૨૦નાં મોત જ્યારે બાકીના ૨૯૧ ડિસ્ચાર્જ કરાયા છે. કોરોના કેસ વધતાં રાજકોટમાં એસિમ્ટોમેટિક દર્દીઓ માટે રેનબસેરામાં ૧૦૦ બેડની હોÂસ્પટલ બનાવાઈ છે. અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસો ઘટ્યા છે, જેની સામે સુરતમાં સતત કેસોમાં વધારો જાવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.