મુન્દ્રા-

મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગે આજે એક મોટી કાર્યવાહી કરી છે. ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ૨૦ કરોડના ડીઝલ, કેરોસીનના ૬૦ કન્ટેનર સીલ કરવામાં આવ્યા છે. મીસ ડિકલેરેશન કરી કેરોસીન અને ડીઝલ ઘુસાડાતું હતું. આ સિવાય ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગે ૧૦ કરોડના ઈલેક્ટ્રોનિક સામાનના ૬ કન્ટેનર પણ સીલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ગાંધીધામ, મુન્દ્રા સહિત ૧૫થી વધુ સ્થળે તપાસ કામગીરી ચાલી રહી છે. અલગ અલગ બે કસાઇમેન્ટ અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મીસ ડિકલેરેશન કરીને ઘુસાડવામાં આવેલ ડીઝલ અને કેરોસીનના ૬૦ કન્ટેનરો સીલ કરવામાં આવ્યા હતા. તેમાં ૨૦ કરોડના ડીઝલ, કેરોસીનનો જથ્થો પણ સીલ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક સામાનના ૬ કન્ટેનરો પણ સાથે હોવાથી તેને પણ સીલ કરવામાં આવ્યા છે. કન્ટેનરમાંથી તપાસ કરતા તેમાંથી ૧૦ કરોડના ઇલેક્ટ્રોનિક સામાન મળી આવ્યો છે. બંને મામલે ગાંધીધામ મુન્દ્રા સહિત ૧૫થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, મુન્દ્રા પોર્ટ ઉપર ડીઆરઆઇ અને કસ્ટમ વિભાગ દ્વારા દિલ્હીની પેઢી દ્વારા આયાત કરાયેલા ૬૦ કન્ટેનર સીઝ કર્યા છે. આ કન્ટેનરોમાં કેરોસીન અને ડીઝલ હોવાનું ડીકલેર કરાયું છે. કસ્ટમ વિભાગે ૨૦ કરોડની કિંમતના સામાન સાથે તમામ કન્ટેનર સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે.અન્ય કિસ્સામાં ચાઈનાથી આવેલ કન્ટેનરમાં મિસ ડેકલેરેશન હોવાનું કસ્ટમ વિભાગના ધ્યાને આવતાં કન્ટેનરને સામખિયાળી પાસે અટકાવી સીલ કર્યું હતું. તે દરમ્યાન અન્ય ૬ કન્ટેનર સીઝ કરી તપાસ કરતાં તેમાં મોંઘા મોબાઈલ, ઇયર ફોન સહિતની વસ્તુઓ હોવાનું ખૂલ્યું હતું. આ કિસ્સામાં અંડર વેલ્યુએશન (ટેકસ બચાવવા ઓછી કિંમત દર્શાવવી) હોવાનું ધ્યાને આવ્યું હતું. કસ્ટમ દ્વારા ૧૦ કરોડનો જથ્થો સીઝ કરી દિલ્હી, ગાંધીધામ, મુન્દ્રા સહિત આઠ જેટલા સ્થળોએ તપાસ શરૂ કરાઈ છે. કસ્ટમ ડ્યુટી ચોરીના કિસ્સામાં કડક સજા અને આકરો દંડ થાય તો જ આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.