રોજકોટ-

ગુજરાતમાં રાજ્યમાં વરસાદની આગાહી બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ હજુ પણ અવિરતપણે ચાલુ છે. શહેરના મોટાભાગના રાજમાર્ગો વરસાદને કારણે નદીમાં ફેરવાયા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ ઘૂસી ગયા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે શહેરમાં કોઇ વરસાદના કારણે દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસો બાદ ભારે વરસાદ આવતાં અડધું રાજકોટ બેટમાં ફેરવાયું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ આવતા ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. જેને લઈને ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે અને ડેમમાં 2,093 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ આવતા ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. જેને લઈને ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે અને ડેમમાં 2,093 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવ-રજવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યુસેક પાણીની આવક થઈ છે.ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવર-જવર ન કરવા સૂચનારાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિધારીત સપાટીએ ભરાઈ ગયો છે. ત્યારે તંત્ર દ્વારા ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા હડમતાળા, કોલીથળ અને પાટીયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા લોકોને સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 144 મીટર છે અને ડેમમાં 932 ક્યુસેક પાણીની આવક છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા માટે તંત્ર સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યુસેક પાણીની આવક છે.ભારે વરસાદના કારણે શાળા-કોલેજો બંધ જાહેરરાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટ શહેરની તમામ શાળા કોલેજો આજે બંધ જાહેર કરી છે. હાલના ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર દ્વારા લેવાયો છે.