અમદાવાદ-

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ફ્લેટમાં ૧૦ જેટલા લોકો ભેગા થઈને મોટી રકમનો જુગાર રમતા હતા. આ અંગેની બાતમી નરોડા પોલીસ અને અધિકારીઓને મળી હતી. આરોપીઓને રંગેહાથ ઝડપવા માટે પોલીસ દ્વારા તેમના વાહનો દૂર મૂકીને છુપાવેશે રેડ પાડી હતી. જેમાં બે મહિલા સહિત ૧૦ લોકો લાખોના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલા વાઈટ એલીગન્સ ફ્લેટમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આવેલા લોકો મોટી રકમનો જુગાર રમી રહ્યાં હતા. આ બાતમીના આધારે પોલીસે એલીગન્સ ફ્લેટમાં જઈને રેડ કરવા માટે પ્લાન ઘડ્યો હતો. નરોડા પોલીસે પહેલા એલીગન્સ ફ્લેટથી દુર પોતાના વાહનો પાર્ક કર્યા હતા. ત્યાર બાદ છુપાવેશમાં પોલીસ જુગરીઓ જે ફ્લેટમાં જુગાર રમતા હતા.ત્યાં પહોંચ્યા હતા.

પોલીસ પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજાે અડધો ખુલ્લો હતો. જેથી પોલીસ આદર પહોંચી તો ત્યાં બે મહિલા સહિત ૧૦ લોકો જુગાર રમતા હતા, ત્યાં લાખો રૂપિયા નીચે પડ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી છે. પોલીસે જુગરીઓ પાસેથી ૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.