વડોદરા, તા.૧૫

વાડી ખાનગા મોહલ્લામાં રહેતા ૩૬ વર્ષીય વાસીમ અબ્દુલરહીમ સિન્ધીએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘હું પરિવાર સાથે રહુ છુ અને મદાર માર્કેટ સામે આદાબ શો રૂમમાં કપડાનો વેપાર કરુ છે. મારા મકાનની બાજુમાં મહંમદહનીફ અબ્દુલરહીમ કુરેશીનો ખુલ્લો પ્લોટ હતો તે મે તથા મારા જીજાજી પરવેઝ શેખે ગત ઓક્ટોબર-૨૦૧૫માં ખરીદયો છે જેનો અમે વાહન પા‹કગ માટે ઉપયોગ કરીયે છે અને આ પ્લોટની કોટ કે દિવાલ બનાવી નથી. ગત ૧૩મી તારીખના બપોરે હું ઘરની બહાર ઉભો હતો તે સમયે અજરુદ્દીન ઉર્ફ અજ્જુ કાણિયો મહંમદ સિન્ધી (માસુમ ચેમ્બર,ખાનગ મોહલ્લો, વાડી)એ વલીમહંમદ કુરેશી (ખાટકીવાડ,મટનમાર્કટ સામે)એ મારી પાસે આવી જણાવ્યું હતું કે આ ખુલ્લી જગ્યાનો કબજા તારી પાસેથી વલીમહંમદ કુરેશીને અપાવવા વલીએ મને ૧૦ લાખ રૂપિયા અને ત્રણ રૂમ રસોડાનો એક ફ્રલેટ આપવાનું કહ્યું છે, જા તુ મને ૧૦ લાખ અને એક ફ્લેટ આપીશ તો હું આ ખુલ્લી જગ્યાનો કબજા તારી પાસે જ રહેવા દઈશ. મે વાત કરવાની ના પાડતા તેઓ બંને જતા રહ્યા હતા. 

આજે સોમવારે મારા શો રૂમમાં રજા હોઈ હું ઘરે હતો તે સમયે સવારે દશ વાગે એકે થ્રીવ્હીલ ટેમ્પો જેમા પતરા ભરેલા હતા તે મારી ખુલ્લી જગ્યા પાસે આવીને ઉભો રહ્યો હતો. મે ટેમ્પોચાલકને પુછતા તેણે જણાવ્યું હતું કે આ પતરા અજ્જુ કાણિયાએ મોકલ્યા છે. આ દરમિયાન અજ્જુ કાણિયો અને વલીમહમંદ કુરેશી બંને જણા બાઈક પર આવ્યા હતા અને મને કહ્યું હતું કે ગત ૧૩મી તારીખે આ જગ્યા માટે વાત કરી હતી માટે આ જગ્યા ઉપર પતરા લગાવવા માટે આવ્યો છું.આ જગ્યા મે અને મારા જીજાજીએ ખરીદેલી છે તેવું મે કહ્યું હતું જે દરમિયાન અજ્જુનો ભાઈ ઈકબાલ ઉર્ફ ટન પણ ત્યા આવી પહોંચ્યો હતો અને અજ્જુએ મને ગાળો આપી હતી. મે અજ્જુને જણાવ્યું હતું કે મારા પિતાજીની તબિયત સારી નથી માટે મારે હોÂસ્પટલમાં જવાનું છે પરંતું તેણે મને ગાળો બોલી બે ચાર લાફા માર્યા હતા. આ વખતે મોહલ્લાના માણસો ભેગા થતાં તે હમણા હુ પાછો જાવ છું પણ બે કલાકમાં ફરી આવી તારા કંપાઉન્ડનો કબજા હું લઈને જ રહીશ,તારાથી થાય તે કરી લે ,આ મોહલ્લામાં હું કહુ તે જ થાય છે , જા તું નહી કરે તો તને જાનથીમ ારી નાખીશ તેમ કહી અજ્જુ અને તેના માણસો જતા રહ્યા હતા.’ આ ફરિયાદના પગલે પોલીસે અજ્જુ કાણીયા અને વલીમંહમદ કુરેશીને ઝડપી પાડી બંનેને કોરોના ટેસ્ટ માટે હોÂસ્પટલમાં મોકલી આપ્યા હતા.