દિલ્હી-

દેશમાં ઝડપથી ઘટતી ગ્રેટ અંદમાની જનજાતિના 10 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ ગુરૂવારના રોજ આ માહિતી આપી. તેના લીધે દૂરસ્થ દ્વીપસમૂહમાં જનજાતિના લોકોની સુરક્ષાને લઇ ચિંતા વધી ગઇ છે. અધિકારીઓએ કહ્યું કે આ 10 લોકોમાંથી 6 લોકો વાયરસના સંક્રમણથી રિકવર કરી ચૂકયા છે અને તેમને હોમ ક્વારેન્ટાઇનમાં રખાયા છે. અન્ય ચાર લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્રેટ અંદમાની જનજાતિના આ ૫૦ની આસપાસ લોકો જ આ સમયે જીવીત છે, આ નાના અંદમાન-નિકોબાર દ્વીપમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2268 કેસ નોંધાયા છે.

અધિકારીઓએ દ્વીપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેયરમાં છ લોકો પોઝિટિવ મળ્યા બાદ રવિવારના રોજ સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ સ્ટ્રેટ આઇલેન્ડ મોકલ્યા હતા. જાનજાતિના કેટલાંક સભ્ય પોર્ટ બ્લેયરની યાત્રા કરે છે, તે ત્યાં નોકરી કરે છે. અંદમાનમાં એક વરિષ્ઠ અધિકારી અવિજિત રે એ કહ્યું કે અમારી ટીમે 37 સેમ્પલની તપાસ કરી હતી, તેમાંથી ગ્રેટ અંદમાની જનજાતિના ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ મેળવવામાં આવ્યો છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આદિવાસી કલ્યાણના એક વરિષ્ઠ સરકારી અધિકારી સંજીવ મિત્તલના મતે તમામ સભ્યોને સુરક્ષિત અને સ્વસ્થા રાખવાના પૂરા પ્રયાસ કરાઇ રહ્યા છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ના રેકોર્ડ 75000થી વધુ નવા દર્દી મળ્યા છે તેનાથી દેશમાં ગુરૂવારના રોજ કુલ સંક્રમિતોની સંખ્યા 33 લાખને પાર થઇ ગઇ. ત્યાં અત્યાર સુધીમાં આ ખતરનાક વાયરસના સંક્રમણથી મુક્ત થઇ ચૂકેલા લોકોની સંખ્યા 25 લાખ પાર કરી ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સવારે 8 વાગ્યે રજૂ કરાયેલા આંકડાના મતે છેલ્લાં ૨૪ કલાકમાં 75760 રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે. તેમાંથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3310234 થઇ ગઇ. દેશમાં અત્યાર સુધીમાં 2523771 દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે અને સાજા થવાનો રેશિયો 76.24 ટકા નોંધાઇ છે.