વડોદરા : શહેર પોલીસતંત્ર નિષ્ક્રિય થઈ ગયું હોવાનું મનાતું હતું ૫રંતુ એકાએક ચેતનવંતુ થયું છે. ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી વૈભવી સોસાયટીના નેપ્ચ્યુન ગ્રીનવુડ્‌સ બંગલોઝમાંથી બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ઉપર દરોડો પાડવાની સૂચના મળતાં જ આયોજનબદ્ધ રીતે ત્રાટકેલી લક્ષ્મીપુરા પોલીસની ટીમે દરોડો પાડી પાર્ટીમાં સામેલ ર૩ લોકોને ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો સહિત અન્ય સામગ્રી ઝડપી પાડી હતી. મહત્ત્વની વાત તો એ છે કે આ પાર્ટીમાં સામેલ યુવકો માત્ર ૧૦ હતા, જ્યારે ૧૩ જેટલી યુવતીઓ હતી. આ તમામના બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ આવ્યા બાદ તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ્‌સ બંગલોઝમાંથી બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ૧૦ જેટલા યુવકોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ પાર્ટીમાં માલેતુજાર પરિવારોની ૧૩ યુવતીઓ પણ હાજર હતી. પોલીસે યુવતીઓના બ્લડ સેમ્પલ લઇને તપાસ શરૂ કરી છે. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ અને ૪ લક્ઝુરીયસ કાર પણ જપ્ત કરી છે. આ મામલે ૧૦ યુવકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાં રાજ હિતેશભાઇ ચગ (પંજાબી)ની બર્થ-ડે પાર્ટી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસે બાતમીને આધારે ગોત્રી ચેકપોસ્ટ પાસે આવેલા નેપ્ચ્યુન ગ્રીનવુડ્‌સ બંગલોઝના મકાન નં-૫માં રેડ પાડી હતી, જ્યાં દારૂની મહેફિલ માણી રહેલા ૧૦ યુવક ઝડપાયા હતા. આ પાર્ટીમાં હાજર ૧૩ યુવતીઓ સામેલ હતી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી. જેમાંથી એક બોટલ આખી ભરેલી હતી, જ્યારે એક બોટલ અડધી ભરેલી હતી અને ૩ બોટલ ખાલી હતી. આ ઉપરાંત કોલ્ડડ્રિંક્સ, ૧૦ મોબાઇલ અને ૪ લક્ઝુરિયસ કાર મળીને કુલ ૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા યુવક-યુવતીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

બી-ડિવિઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ૧૩ યુવતીઓ સહિત ૨૩ લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, જે પૈકી ૧૦ યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ૧૩ યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જાે તેમાં યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

લક્ષ્મીપુરા પોલીસે નેપ્ચ્યુન ગ્રીનવુડ્‌સમાં રેડ કરી ત્યારે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશામાં ચૂર હતા. પોલીસે યુવક અને યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે અને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ યુવકો સામે ફરિયાદ નોંધી છે અને રિપોર્ટ આવ્યા બાદ યુવતીઓ સામે પણ ગુનો નોંધવામાં આવશે.

માતા-પિતા આફ્રિકા હોવાથી રાજે ઘરમાં બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું

નેપ્યુન ગ્રીનવુડ બંગલોઝમાં યોજાયેલી મહેફિલનું આયોજન બંગલાના માલિકના પુત્ર રાજની બર્થ-ડે હોવાથી કરવામાં આવ્યું હતું. આફ્રિકામાં મોટો કારોબાર ધરાવતા હિતેશભાઈ ચગ (પંજાબી) મોટાભાગે ત્યાં જ રહે છે. ક્યારેક ક્યારેક ભારત (વડોદરા) આવી જાય છે. વાલીઓની ગેરહાજરી હોવાથી હોટેલમાં ડ્રિંક એન્ડ ડીનર સાથે બર્ડ-ડે પાર્ટી ઉજવવાનું જાેખમી લાગતાં રાજે તેની સાથે અભ્યાસ કરતા મિત્રોને ઘરે બોલાવી પાર્ટી યોજી હતી, પરંતુ પોલીસે ત્યાં પહોંચી જઈ રેડ પાડતાં રંગમાં ભંગ પડયો હતો. પોલીસે બંગલામાંથી દારૂની બોટલો ૧૦ જેટલા મોબાઈલ ફોન અને ૪ જેટલી કારની ચાવીઓ મળી કુલ ૨૭ લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દરોડામાં ‘ભગત’નો પુત્ર પણ ઝડપાયો હોવાની ચર્ચાએ શહેરમાં જાેર પકડયું

આઈપીએસ અને આઈએએસ અધિકારીઓના ખાસ કહેવાતા એક ‘ભગત’નો પુત્ર પણ આ પાર્ટીમાં સામેલ હોવાથી એને પણ ઝડપી પાડયો હોવાનું એક તબક્કે બહાર આવ્યું હતું, પરંતુ પોલીસે ઝડપેલા યુવકોમાં એનું નામ સામેલ નહીં હોવાનું પાછળથી બહાર આવ્યું હતું. પરંતુ એક તબક્કે આ વાતે શહેરભરમાં ભારે ચકચાર જગાવી હતી. એક તબક્કે ચેનલો અને વેબ પોર્ટલો ઉપર આવા અહેવાલો પણ પ્રસારિત થયા હતા.

અગાઉ અખંડ ફાર્મમાં દારૂની મહેફિલમાં આજ પ્રમાણે માલેતુજાર નબીરા ઝડપાયા હતા

અખંડ ફાર્મની ચકચારી ઘટના બાદ આ બીજી બનેલી ઘટનામાં શહેરના માલેતુજારના સંતાનો સામેલ છે. જેમાં બિલ્ડરો, તબીબો, ઉદ્યોગપતિઓ અને સમાજસેવકોના પુત્ર-પુત્રીઓ પણ મહેફિલમાં હાજર હતા. દરોડા બાદ સંતાનોને છોડાવવા માટે વગદાર લોકોએ ધમધછાડા કર્યા હતા, પરંતુ કંટ્રોલની વર્ધી હોવા ઉપરાંત કડક હોવાની છાપ ધરાવતા પોલીસ કમિશનરની દુહાઈ આપી દરેક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીઆઈ ચૌધરીએ કુનેહપૂર્વક કામગીરી કરી

કંટ્રોલ રૂમની વર્ધીના આધારે રાત્રે ૧.૩૦ વાગે નેપ્ચુન ગ્રીનવુડમાં પહોંચેલા પીઆઈ ચૌધરીએ દારૂની મહેફિલની પાર્ટી જાેઈ વગદાર લોકોના સંતાનો પણ હાજર હોવાનું માલૂમ પડયું હતું. આ લોકોના ફોન આવે એ પહેલાં જ પીઆઈએ તમામ ૨૩ જણાને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને દરોડા દરમિયાન પણ ફોન સાઈલેન્ટ મોડ ઉપર મુકી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવાય કોઈના પણ ફોન ઉપાડયા ન હતા. આમ, પીઆઈએ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના આ તમામ સામે કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં ઝડપાયેલા તમામ ૨૩ની હોસ્પિટલમાં લઈ જઈ લોહીના નુમના લેવાયા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા યુવકો

• રાજ હિતેશભાઇ ચગ (પંજાબી) (રહે.૫, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી),

• શાલિન વિશાલભાઇ શર્મા, (રહે. ડી/૫૦૧, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ),

• માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહે. ૨૦૧/૨૦૨, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી),

• વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહે. અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ),

• રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહે. ૨૦, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા),

• ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહે. એ/૧૦૨, સાંકેત એપાર્ટમેન્ટ,

ઓલ્ડ પાદરા રોડ),

• આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહે. ૧૧, ર્નિમલનગર સોસાયટી, અકોટા),

• વ્રજ સચિનભાઇ શેઠ (રહે. ૪૧, શ્રીનગર સોસાયટી, અકોટા),

• મારુક સાદ્દીકઅલી પાદરી, (રહે. ૩/૪, આંગન બંગ્લોઝ, તાંદલજા)

• વરૂણ ગૌતમભાઇ અમીન (રહે. ૫૩, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ)નો સમાવેશ થાય છે.

દારૂની મહેફિલ માણતી ઝડપાયેલી યુવતીઓ

• કેયા અસિત શાહ (ઉં.વ. રર, રહે. ૧૭, અલકા સોસાયટી, અકોટા)

• સાનિયા સમીર ખેરા (ઉં.વ.ર૮, બી/૯૦૩, ભદ્રલોક એપાર્ટમેન્ટ,

જૂના પાદરા રોડ)

• લાવન્યા સમીર તલાટી (ઉં.વ.ર૧, આરણ્યા એપાર્ટમેન્ટ, આર.સી.દત્ત રોડ, અલકાપુરી),

• આસના હર્ષિત શાહ (ઉં.વ.ર૩, ૪૦૩, ઓપેસ એપાર્ટમેન્ટ, ગોત્રી),

• સોમ્યા સંજીવ ભારમ્ભે (ઉં.વ.ર૩, ૨૭/૧૬૦, ગુ.હા.બોર્ડ,

ઈલોરા પાર્ક),

• રેહાના રાજેશ આહુજા (ઉ.વ.ર૮, ૩૪, કુંજ સોસાયટી, અલકાપુરી),

• પ્રિત પ્રણવ ચોકસી (ઉં.વ.૨૨, ૪૦૧, સ્થાપત્ય ફલેટ, અકોટા),

• નિહારીકા ડેરેક શાહ (ઉં.વ.૨૩, ૩/૪, વેદાંતા વિલા ન્યુ અલકાપુરી),

• ઋતિકા નીલેશ ગુપ્તા (ઉં.વ.ર૩, અમીન સોસાયટી, દિવાળીપુરા),

• આયુષી અમ્રિત શાહ (ઉં.વ.ર૪, ૩, શ્રીનિધિ, વાસણા રોડ),

• શોભા મયંક દવે (ઉં.વ.રપ, શિવમ્‌ સોસાયટી, ૧૩, કલાલી-વડસર),

• આકાંક્ષા વરુણ રાવ (ઉં.વ.ર૩, પ, ઓનકેટ બંગલો, જૂના પાદરા રોડ),

• ત્રીસા યોમેશ પટેલ (ઉં.વ.ર૪, એ/૧૦૨, સાફલ્ય એપાર્ટમેન્ટ,

ન્યુ અલકાપુરી)

• મારુક સાદિકઅલી કાદરી (ઉં.વ.ર૧, આંગન બંગલોઝ, તાંદલજા)