અમદાવાદ-

કોરોના કહેરમાં ધોરણ 1 થી 9 અને 11 ધોરણ ને માસ પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં વિધાર્થીઓની સંખ્યા વધી છે જેને લઈને અમદાવાદમાં નવી 10 સ્કૂલો શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં જેમાં અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમને મંજૂરી આપવામાં આવતા આ સ્કૂલો જલ્દી જ શરૂ થશે જેમાં 7 અંગ્રેજી માધ્યમ અને 3 હિન્દી માધ્યમની સ્ફુલો શરૂ કરવામાં આવી છે આ 10 સ્કૂલોને વર્ષ 2021- 2022 મા શરૂ કરવામાં આવશે.

આ સ્કૂલો શરૂ થવાની છે જેમાં અંગ્રેજી માધ્યમ મા થલતેજ પબ્લિક સ્કૂલ, રાણીપ પબ્લિક સ્કૂલ, શિલજ પબ્લિક સ્કૂલ, મેઘાણીનગર પબ્લિક સ્કૂલ, વસ્ત્રાલ પબ્લિક સ્કૂલ, વટવા પબ્લિક સ્કૂલ, અને પ્રીતમપુરા પબ્લિક સ્કૂલ છે તો બીજી તરફ હિન્દી માધ્યમમાં લીલા નગર પ્રાથમિક શાળા, વસ્ત્રાલ પ્રાથમિક શાળા અને શાહવાડી પ્રાથમિક શાળા છે આ 10 સ્કૂલોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ના શાશનઅધિકારી એવા લબધીર ભાઈ દેસાઈ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદમા આ 10 સ્કૂલો ખુલી રહી છે એ ખુશીની વાત છે આ 10 સ્કૂલો ખુલતા 10 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે જોકે હાલમાં 1 થી 5 ધોરણ ખોલવામાં આવશે અને આના થી 20 થી 25 શિક્ષકની જરૂરિયાત ઉભી થશે અને એમને નોકરી મળી રહેશે જોકે હાલ 1થી 5 ધોરણ શરૂ થશે અને તબક્કાવાર 6 થી 8 ધોરણ શરૂ કરવામાં આવશે

જોકે સરકાર ઘ્વારા આ 10 નવી સ્કૂલો ને મંજૂરી આપી છે જેમાં આજ થી એડમિશન શરૂ થઈ ગયા છે અને વાલીઓ પણ આ સ્કૂલમાં ઇન્કયારી માટે આવે છે આ સ્કૂલો ખાસ કરીને વાલીઓની માગણી હતી એટલે જ ખોલવામાં આવી છે કારણકે સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ, મધ્યાહન ભોજન, સ્કોલરશીપ અને બીજી અનેક યોજનાનો લાભ મળે છે સાથે સાથે વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય તો તેમને 1000 રૂપિયા પણ મળે છે જેથી વાલીઓ પણ હવે સરકારી સ્કૂલને પસંદ કરી રહયા છે. ઉલ્લેખનીય છે કે આર ટી ના નિયમ પ્રમાણે રક કલાસ રૂમ માં 35 વિધાર્થીઓને બેસાડવામાં આવશે