ન્યુ દિલ્હી, તા.૭

દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે અને આગામી બે ત્રણ મહિનામાં કોરોના તેના પીક પર પહોંચી શકે છે, એવી ગંભીર ચેતવણી એઇમ્સના ડિરેક્ટ રણદીપ ગુલેરિયાના અનુમાન વચ્ચે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૧૦ હજારથી વધારે કેસો બહાર આવતાં હલચલ મચી છે અને સતત ચોથા દિવસે કેસોની સંખ્યા ૯ હજારથી ઉપર નોંધાયા છે. આજે રવિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં વધુ ૨૯૭ દર્દીઓના મોત નિપજ્યા હતો.દરમ્યાનમાં આવતીકાલ ૮ જૂનથી મોલ-જીમ- ધારમિક સ્થળો લોકડાઉનના ૭૫ દિવસ પછી ખુલી રહ્યાં છે ત્યારે નિષ્ણાતો સંક્રમણ વધવાની શક્્યતા નિહાળી રહ્યાં છે. જા કે સરકાર પાસે આ સ્થળો ખોલવા સિવાય અન્ય કોઇ વિકલ્પ પણ નથી. બીજી તરફ, અંદાજે ૩ હજારથી વધારે લોકોના મોત માત્ર વીતેલા ૧૫ દિવસમાં થયા છે. . ભારત હવે સ્પેનને પછાડીને કોરોનાના સૌથી વધારે દેશોની યાદીમાં પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. 

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૨ લાખ ૪૭ હજાર ૧૨૦ થઇ ગઇ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધુ ૧૦ હજાર ૫૨૧ કેસ વધ્યા હતા અને તેની સામે ૫,૯૪૦ દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક સમાન ૨૯૭ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો ૬૯૪૬ પર પહોંચી ગયો છે. અત્યારે સમગ્ર દેશમાં ૧.૨૦ લાખ સક્રિય કેસ છે.

ભારતમાં કોરોનાને હરાવવા સરકાર દ્વારા ચાર-ચાર લોકડાઉન બાદ પણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યા છે.દેશમાં વીતેલા ૧૫ દિવસોમાં થયેલી કુલ મોતમાંથી ૮૦ ટકાના મોત ૨૬ જિલ્લામાંથી થયા છે. ત્યાંજ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ઠાણે, પુણે અને ચેન્નાઈ એવા કેટલાક શહેર છે જેમાં વીતેલા બે અઠવાડિયામાં ૧૦૦થી વધારે લોકોના મોત થયા છે.

જા કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૨.૮ ટકા છે જે ઘણો ઓછો છે. એટલે કે દેશમાં દરેક ૧૦૦ દર્દીઓમાંથી ૩ લોકોનો મોત થયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાનો મૃત્યુદર ૫.૮ ટકા છે. અમેરિકામાં આ દર ૫.૭ ટકા, બ્રાઝીલમાં ૫.૫ અને રશિયામાં ૧.૨ ટકા છે.

૨૨મે સુધી જે ૯૦ જિલ્લામાં એક પણ મોત થયું નહતું ત્યારે હવે ઓછામાં ઓછા એક વ્યÂક્તનું કોરોનાને કારણે મૃત્યું થયું છે. તેમાં ઉત્તર પ્રદેશના ૧૮ અને બિહારના ૧૩ છે. યુપીમાં હવે રહી રહીને કેસો વધી રહ્યાં છે.

રાજસ્થાન બાદ અનલોક -૧માં ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦ હજારને વટાવી ગઈ છે. આ સાથે, ઉત્તર પ્રદેશ દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં કોરોનાના કેસ ૧૦ હજાર કરતાં વધી ગયા છે. આંકડા દર્શાવે છે કે પરપ્રાંતિયોને કારણે ઉત્તર પ્રદેશમાં પણ ચેપ વધ્યો છે. ૨૫૦૦થી વધુ પ્રવાસીઓને ચેપ લાગ્યો છે. ગુજરાતમાં ૨૯ દર્દીઓનાં મોત નીપજ્યાં છે તેમાંથી ૨૬ અમદાવાદના હતા. અન્ય શહેરોમાં, મુંબઈ પછી સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં થયા છે. બીજી તરફ તમિલનાડુમાં ૧૯, પશ્ચિમ બંગાળમાં ૧૭, રાજસ્થાનમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૧, મધ્યપ્રદેશમાં ૧૫, તેલંગાણામાં ૧૦, જમ્મુ-કાશ્મીરમાં ૩, કર્ણાટક, પંજાબ અને છત્તીસગઢમાં ૨-૨ લોકોના મોત થયા છે. કેરળમાં ૧ દર્દીએ જીવ ગુમાવ્યો છે.દિલ્હી, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં મૃત્યુઆંક વધવા માંડ્યો છે. અગાઉ આ રાજ્યોમાં મહારાષ્ટÙ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા ઓછા મૃત્યુ થયા હતા. દિલ્હીમાં રોજ મોતનો આંકડો ૫૦ને વટાવી રહ્યો છે. અન્ય ચાર રાજ્યોમાં ૧૦કે તેથી વધુ મૃત્યુ થયા છે.

આગામી મહિનાઓમાં કોરોના પીક પર પહોંચશે ઃ ડાp. ગુલેરિયા

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે અને આગામી બે ત્રણ મહિનામાં કોરોના તેના પીક પર પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડતમા માત્ર ટેÂસ્ટંગ કરવાથી કામ થશે નહીં. લોકોએ ગંભીરતાથી સોશિયલ ડિસ્ટÂન્સંગનું પાલન કરવું પડશે. ભારત હવે સ્પેનને પછાડીને કોરોનાના સૌથી વધારે દેશોની યાદીમાં પાંચમાં નંબર પર પહોંચી ગયો છે. આગામી બે-ત્રણ મહિના એટલે કે ઓગ્સ્ટ-સપ્ટેમ્બરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ શકે છે. ભારત હજુ પણ પ્રાથમિક તબક્કામાં જ છે. ડો.રણદીપ ગુલેરિયાએ કોરોના ચેપના ફેલાવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કેસો જુદા જુદા સમયે વધી શકે છે. કમ્યુનિટિ ટ્રાન્સફર પર એઇમ્સના ડિરેક્ટરે કÌšં કે દિલ્હી-મુંબઈ હોટસ્પોટ છે, ત્યાં અમે કહી શકીએ છીએ કે લોકલ ટ્રાન્સમિશન થઈ રÌšં છે. ૧૦ થી ૧૨ એવા શહેરો છે કે જ્યાં લોકલ ટ્રાન્સમિશન થવાની સંભાવના છે. ડોક્ટર ગુલેરિયાએ કÌšં કે જા લોકડાઉન ખુલી રÌšં છે તો દરેક વ્યÂક્તની જવાબદારી વધી જાય છે. આવી Âસ્થતિમાં લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક લગાવવું જરૂરી હશે. તેમણે કÌšં કે જે લોકોમાં ચેપનાં