પાદરા : પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં પાદરા તાલુકાના દસ જેટલા ગામોને જરૂરી સૂચના આપી સલામત સ્થળે ખસી જવા જણાવ્યું હતું. જ્યારે પાદરા તાલુકા મામલતદાર તેમજ તાલુકા પંચાયતના ટીડીઓ સહિતના અધિકારી-કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી જઈને લોકોને નદીના કિનારા પર નહીં જવા માટે જણાવ્યું હતું. 

કડાણા ડેમમાંથી છ લાખ કયુસેક પાણી ઉપરવાસમાં વધુ વરસાદના કારણે છોડવામાં આવતાં પાદરામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે જાેવા મળી છે. જેમાં પાદરાના ડબકા, સુલતાનપુરા, પાવડા, મુજુર, તિજાેર, ચિકારી, મહંમદપુરા જેવા ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં હતાં.પાદરા તાલુકામાં પસાર થતી મહીસાગર નદીમાં પાણી વધવાની સપાટીમાં ૧૨ કલાક બાદ અસર થતી હોય હવે મહીસાગર નદીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાદરાના ડબકા ગામ ભાઠા વિસ્તારમાં હોઈએલર્ટ કરવામાં આવેલ છે. તળિયા ભાઠામાં રહેતા ૨૦ કુટંુબોના ૧૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે. જ્યારે લોકોને પણ નદીના કિનારા તરફ નહીં જવા પણ જણાવ્યું હતું. ધારાસભય જશપાલસિંહ પઢિયારે પોતાના માધ્યમથી લોકને કોઈ તકલીફ હોય ત્યાં તંત્રને પણ અપીલ કરી લોકોને સલામત તરીકે ખસેડવા માટે જાણ કરી હતી.