ગોધરા : ગોધરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસોથી ચાલી રહેલ ઈન્કમટેક્ષ વિભાગના દરોડાઓમાં કેટલાક સ્થળોએથી કાર્યવાહીઓ આટોપીને અધિકારીઓ દસ્તાવેજી પુરાવાઓના પોટલાઓ ભરીને રવાના થઈ રહ્યા છે, પરંતુ અંદાજે ૮ જેટલા સ્થળોએ ઈન્કમટેક્ષ વિભાગના દરોડાઓની કાર્યવાહીઓ ચાલુ હોવાનુ દેખાઈ રહ્યું છે અને હવે ગોધરા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી એકત્ર કરવામાં આવેલ દસ્તાવેજાેની આ પ્રક્રિયાઓની ચકાસણીઓ કરવાના મુડમાં જે પ્રમાણે ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓના આકરા તેવરો દેખાઈ રહ્યા છે આ જાેતા અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા ઉપરાંત કરચોરીનો આંકડા બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા એકસાથે ર૪ સ્થળોએ પાડવામાં આવેલા આ દરોડાઓના મુખ્ય ઉદ્‌‌ગમસ્થાન ગોધરા શહેર અને શહેર ફરતે આવેલ જમીનોના મોટાપાયે કરવામાં આવેલા દસ્તાવેજાે જ કારણભુત હોવાનું કહેવાય છે. 

ગોધરા શહેરમા ઈન્કમટેક્ષ વિભાગના આ અત્યાર સુધીના સોૈથી મોટા કહેવાતા મેગા સર્ચ જેવા આ દરોડાઓ સંદર્ભમાં શહેરભરમાં ચર્ચાઓ એવી છે કે ગોધરા મામલતદાર કચેરી દ્વારા બોગસ ખેડૂત પ્રકરણ સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ આ તપાસોમાં અંદાજે ૧રપ જેટલા બોગસ ખેડૂતોની યાદીઓ બનાવવામાં આવી હતી, અને આના આધારે શરૂ થયેલા તપાસોમા અંદાજે ર૦ જેટલા ખેડૂતો બોગસ હોવાનું તપાસોમાં શોધીને તેઓની જમીનો શ્રી સરકાર કરવામાં આવી હતી.

ગોધરા મામલતદાર કચેરીમાંથી બોગસ ખેડૂતો સામે શરૂ થયેલ આ તપાસો દરમ્યાન કેટલાક વગદાર ખેડૂતો દ્વારા જે તે સમયના સત્તાધીશો સાથે બંધ બારણે ગોઠવણો કરીને પોતાની જમીનોને શ્રીસરકારના સંકજાઓમાંથી બચાવવા માટે અન્ય પોત-પોતાના અંગત ખેડૂતોના નામે આ ખેતીની જમીનોના દસ્તાવેજાે પલટાવી દીધા હતા તો ગોધરા મામલતદાર કચેરીની તપાસોમાં બોગસ ખેડૂતો સાબિત થયેલા કેટલાક ખેડૂતોએ શહેર ફરતે આવેલ સોનાની લગડીઓ જેવી જમીનોને શ્રીસરકારના સંકજામાંથી બચાવી લઈને આ ખેતીની જમીનોના ફટાફટ રજીસ્ટર વેચાણ દસ્તાવેજાે કરી નાખ્યા હતા. પૈકીની કેટલીક જમીનો તો બિન ખેતીમાં પણ ફેરવાઈ ગઈ હોવાનું કહેવાય છે એમાં તત્કાલીન સમયના વહીવટી સત્તાધીશો આ જમીનોના સોદાઓથી અંધારામાં નહી બલ્કે સુપેરે વાકેફ હોવાનું જાહેર ચર્ચાઈ રહ્યું છે.

જમીનના સોદાઓનું રહસ્ય બહાર આવે તેવી શક્યતા

ગોધરા શહેર અને વેજલપુર ઓઇલ મીલો સુધી ઇન્કમટેક્ક્‌ષ વિભાગો ધ્વારા એકસાથે પાડવામાં આવેલ રજુ સ્થળોમા આ તપાસોની અસરો ભવિષ્યમાં વહીવંટી તંત્ર માટે ભુકંપ સાબિત થાય એવા મજબુત એંધાણોે દેખાઇ રહ્યા છે. એમા ગોધરા મામલતદાર કચેરી . ધ્વારા શરૂ કરવામા આવેલ બાગસ ખેડુત પ્રક્રરણોની તપાસોમાં પ્રભાવિત કરનારા કલેક્ટરાય કચેરીના કેટલાક પુર્વ ઉચ્ચ અધિકારીઓમાં કેટલાક બોગસ ખેડુતોને બચાવવા માટે અને કેટલાક બોગસ ખેડુતોની કેટલીક જમીનોને શ્રી સરકાર માંથી બચાવવાના હસ્તક્ષેપના ભલામણોના સોદાઓ સામે ગુજરાત સરકાર અને લાંચ રૂશ્વંત વિરોધી શાખામાં તેઓ સામે લેખીત તપાસોની અરજીઓ તો કરવામાં આવી હતી પંરતુ આ તપાસોની ફાઇલો બંધ રાખવા વહીવંટ વચ્ચે જ ગોધરા શહેરમા ઇન્કમટેક્ક્‌ષ વિભાંગમા અધિકારીઓ ધ્વારા પાડવામા આવેલા આ દરોડાઓમા સેકડો એકર જમીનોના સોદાઓમા આ દસ્તાવેજાેના રહસ્ય જયારે બહાર આવશે ત્યારે તત્કાલીન સમયના સતાધીશોે સુધી તપાસોનો રેણો બહાર આવવાની ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે.