અમદાવાદ-

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે એમાં આરોગ્ય કર્મીઓ, 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝનો, ૬૦ વર્ષથી નચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે. રાજ્યમાં હાલમા વેક્સિન ટ્રાયલનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રસીકરણની મોકડ્રીલ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. વેક્સિનના 10 કરોડ યુનિટ તૈયાર છે. પત્રકારોએ કરેલા કિંમત વિશેના સવાલનો જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું હતું કે સરકારે હાલમાં કોઈ કિંમત નક્કી નથી કરી, હું વિશ્વાસ આપવા માંગું છું કે, ગુજરાત સરકાર લોકો માટે વિચારી રહી છે. ગુજરાતના નાગરીકોને કોઈ ખર્ચ કરવા દીધો નથી. વેક્સિન આપવાની વાત છે ત્યારે જે શક્ય હશે એટલો ખર્ચ સરકાર કરવાની જ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત વખતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, ભારત સરકાર તરફથી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજ અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી દેવામાં આવશે. આપણે ત્યાં પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનામાં અત્યાર સુધીમાં એક હજાર કરોડનો ખર્ચ કર્યો છે.