અમદાવાદ-

રાજ્યમાં કોરોના સંક્રમણનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે એવું જાેવાઈ રહ્યું છે, તે જાેતા બાળકોમાં કોરોના સંક્રમણ વધી શકે છે જેને લઈ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, બાળકોમાં કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે કોરોનાનો ખતરો બાળકો પર મંડાઈ રહ્યો છે ત્યારે બાળ સંરક્ષણ ગૃહના બાળકોની કાળજી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મહત્વનું છે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં જવાબમાં રાજ્ય સરકારે સોગંધનામું રજૂ કર્યું હતું જેમાં બાળ સંરક્ષણ ગૃહમાં ૧૦૫ બાળકો કોરોના સંક્રમિત થયા હતા તેવું સામે આવ્યું છે જ્યારે ૬૮ બાળકો કોરોનામાંથી રિકવર થયા છે બાકીના ૩૭ બાળકો સારવાર હેઠળ છે, અને સરકાર દ્વારા તેમની કોવિડ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી છે,સારવાર હેઠળ રહેલા બાળકો અત્યારે આઇસોલેશનમાં છે અને વધુ ઉચ્ચ સારવારની જરૂર પડશે તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે.