વડોદરા-

વડોદરા નેશનલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી પાવાગઢ જતા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા 10 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કપુરાઈથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો.

વહેલી સવારે 4 વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ ઊભી સર્જાઇ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળક ઇજાગ્રસ્ત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવાગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે તેમને મોત મળ્યું હતું. આ પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો