જામનગર-

સૌરાષ્ટ્રમાં કૂદકે ને ભૂસકે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટ બાદ સૌથી વધુ સંક્રમણ જામનગર જિલ્લામાં વધી રહ્ય્šં છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ ૫૦થી ઉપર કેસ નોંધાય રહ્યા છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ સામે રહેતા કોકો બેંકના પૂર્વ ચેરમેનના પરિવારના ૧૧ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એકનું મોત નીપજ્યું છે. કોકો બેંકના પૂર્વ ચેરમેનનો પરિવાર જીજી હોસ્પિટલ સામે લખપતિ કોલોનીમાં રહે છે.

જામનગરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જતો હોવાથી આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક બાબત છે. જામનગરમાં ૨૦ ઓગસ્ટના રોજ ૬૦ કેસ નોંધાયા હતા. ૧૯ આગસ્ટના રોજ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં ૮૧ કેસ નોંધાયા હતા. આથી લોકોમાં પણ ભયનો માહોલ જાેવા મળઈ રહ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં ૧૭૫૦૦થી પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે.