અમદાવાદ-

અમદાવાદમાં ફરી એકવાર કોરોના એ હડકંપ મચાવ્યો છે અને અહીંના બોડકદેવ વિસ્તારમાં આવેલ PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપની માં કોરોના નો જાણે બૉમ્બ ફાટતા કામદારો માં દહેશત નો માહોલ ઉભો થયો છે. બોડકદેવ વિસ્તારમાં આવેલી PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ના જયારે ટેસ્ટ કરાયો ત્યારે આરોગ્ય કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીના 110 જેટલા શ્રમિકો કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.

ગુજરાત યુનિવર્સિટી મેદાન પાછળ મોટી સંખ્યામાં રહેતા તમામ શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બે દિવસમાં 110 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ વધી ગઈ છે. લોકડાઉન સમયે આજ કંપનીના શ્રમિકોએ લોકડાઉન નો વિરોધ કરી પથ્થરમારો કર્યો હતો જેઓ તમામ કોરોના પોઝીટીવ આવતા હાલ તમામ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.અમદાવાદ માં અત્યાર સુધી માં એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો આ પ્રથમ બનાવ બનતા ભારે સનસનાટી મચી ગઇ છે.