આસામ-

કોરોના મહામારી જેવા ઘાતક સંકટ વચ્ચે અસામ પૂર સામે પણ ઝઝૂમી રહ્યુ છે, ભારે પૂરના કારણે અસામના ૩૩ જીલ્લાઓના ૨૮ લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના ઘર તણાઇ ગયા છે. અસામમાં પૂરના પાણી અત્યાર સુધી ૧૧૦ લોકોને મોતને ઘાટ ઉતારી ચૂકયુ છે. અહીંના કાજીરંગા નેશનલ પાર્કમાં પણ પારી ભરાઇ જતા ૯૬થી વધારે જંગલી જાનવરો માર્યા ગયા છે.

પૂરથી પ્રભાવિત લોકોને રાય સરકાર પૂરતી મદદ કરવાના પ્રયત્ન કરી રહી છે. અહીં ૧૦ ગામ એવા છે જે સંપર્ક વિહોણા થતા તત્રં સક્રિય બન્યુ હતું. પૂર અને કોરોના મહામારી એમ બેવડા સંકટો સામે એકસાથે ઝઝૂમી રહેલી અસામ સરકાર પૂરતા પ્રયત્ન કરી રહી છે કે, તેના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાનુ આયોજન કરેલ છે. આ માટે રાય સરકાર બંને તરફ વ્યવસ્થા પૂરી પાડવા અર્થે દળો બનાવી ચૂકી છે. શુક્રવાર સુધી અહી ૨૮ જીલ્લાઓ પૂરથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થયા હતા.

ઉત્તરાખડં સિવાય હિમાલમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે સોમવાર ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને મંગળવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કયુ છે. મેદાની ભાગો, ઓછી ઐંચાઇ અને મધ્યમ પર્વતોમાં આવતા ૩ દિવસમાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આની પહેલાં શનિવારે પણ ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ ગોરી નદીના પાણીમાં ૪ ઘર વહી ગયા હતા. અહીં બંગાપાની સબ ડિવીઝનના ચૌરી બાગર ગામમાં શનિવાર રાત્રે ભારે વરસાદથી ગોરી નદી ગાંડી તૂર થતા પાણીમાં ચાર મકાન અને ખેતીની જમીન વહી ગઇ. જો કે લોકોને ત્યાંથી પહેલાં જ બહાર કાઢવામાં આવ્યા હતા. 

સરહદી જિલ્લાના બંગાપાની, મુનસ્યારી, અને ધારચુલા જિલ્લાના મુખ્યાલયને જોડતા તમામ મુખ્ય મોટર માર્ગ વરસાદના કારણે બધં છે. તવાઘાટથી લિપુલેખ રસ્તો ત્રણ જગ્યાએ બધં છે યારે જાૈલજીબીથી મુનસ્યારી અને મુનસ્યારીથી જમીન સુધીના માર્ગ રસ્તાઓ પર કાટમાળ આવી જતા બે જગ્યાઓ પર બધં કરવામાં આવ્યા છે.