ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 23 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69986 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2629 પર પહોંચ્યો છે. આજે વધુ 1135 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 52827 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોપોરેશન 182, અમદાવાદ કોપોરેશન 139, વડોદરા કોપોરેશન 92, રાજકોટ કોપોરેશન 68, સુરત 44, જામનગર કોપોરેશન-41, અમરેલી-33,પંચમહાલ- 31, મહેસાણા 30, ભાવનગર કોપોરેશન -28, દાહોદ -27, ગીર સોમનાથ 26, રાજકોટ 25, કચ્છ 22, સુરેન્દ્રનગર -21, વડોદરા 21, ગાંધીનગર 20, મોરબી 20, અમદાવાદ 19, ભાવનગર-19, પાટણ-19, જુનાગઢ કોપોરેશન -17, વલસાડ -17, જુનાગઢ -15, જામનગર -13, ભરૂચ -11, નર્મદા- 11, ગાંધીનગર કોપોરેશન -10, ખેડા-10, આણંદ-9, બોટાદ -9, મહીસાગર-9, છોટા ઉદેપુર-8, સાબરકાંઠા-8, નવસારી-7, બનાસકાંઠા-5, પોરબંદર -5, દેવભૂમી દ્વારકા-4, અરવલ્લી-3, તાપી-2 અને ડાંગમાં- 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 23 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં-6, અમદાવાદ કોર્પોરેશન 5,સુરતમાં 4, જુનાગઢ-2, કચ્છ-2, વડોદરા કોર્પોરેશન-2, અમરેલી-1, અને ગાંધીનગર કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2629 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.