ન્યુ દિલ્હી,તા.૧૩

હોલિવુડની ફિલ્મ “અનસ્ટોપેબલ”ની જેમ જાણે કે કોરોના વાઇરસના કેસો અટકતા ન હોય તેમ આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સૌથી વધારે રેકોર્ડબ્રેક ૧૧,૪૫૮ કેસો બહાર આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એટલું જ નહીં છેલ્લાં કેટલાક દિવસ પછી કેસોની સંખ્યા ૧૦ હજારની આસપાસ રહી અને હવે તો ૧૧ હજારની આસપાસ બહાર આવી રહ્યાં છે. જે કેસો બહાર આવી રહ્યાં છે તેમાં સૌથી વધારે મહારાષ્ટÙના છે. છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૮૬ લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ૮,૮૮૮૪ પર પહોંચ્યો છે. તો કુલ કેસો પણ ખૂબ જ ટૂંકા ગાળામાં ૩ લાખને પાર થઇ ગયા છે., પંજાબ સરકારે તો શનિ-રવિ અને રજાના દિવસે ફરજિયાત લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જા આ જ રીતે રોજના ૧૦ હજાર કરતાં વધુ કેસો વધતાં રહેશે તો ૨૫ જૂન સુધીમાં કેસોનો આંકડો ૪ લાખને પાર થઇ જાય તો નવાઇ નહીં. હાલમાં કુલ કેસોની સંખ્યા હવે ૩,૦૮,૯૯૩ થઇ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસો ધરાવતા દેશોની યાદીમાં યુકેથી આગળ આવીને ચોથા ક્રમે પહોંચ્યું છે. દેશમાં શુક્રવાર સવારથી અત્યાર સુધીમાં રેકોર્ડ ૧૧,૪૫૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. શુક્રવારે દેશમાં સૌપ્રથમ વખત સત્તાવાર રીતે પોઝિટિવ કેસોનો આંક ૧૦ હજારને પાર થયો હતો. દેશમાં પ્રથમ એક લાખ કેસ ત્રણ મહિના બાદ થયા હતા જ્યારે હવે ફક્ત પખવાડિયાથી ઓછા સમયમાં એક લાખ કેસોનો વધારો થતો જાવા મળ્યો છે.

અત્યાર સુધીમાં કોરોના સામેના જંગમાં જીતીને ૧,૫૪,૩૨૯ લોકો સાજા થયા છે જેને પગલે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ૧,૪૫,૭૭૯ છે. આ સાથે જ દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી ૪૯.૯ ટકા જેટલી રહી છે. મહારાષ્ટÙમાં સૌથી વધારે ૩૭૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈ દેશનું પહેલું શહેર બન્યું છે, જ્યાં મૃતકોનો આંકડો બે હજારને પાર થઈ ગયો છે. અહીં અત્યાર સુધી ૨,૦૪૪ લોકોના મોત થઈ ચુક્યા છે.

અનલોક-૧  માત્ર ૧૦ દિવસમાં કોરોનાના ૧ લાખ કેસ વધ્યા

ન્યુ દિલ્હી  દેશમાં મોટાભાગના રાજ્યોમાં અનલોક-૧ના અમલની સાથે કોરોનાએ પણ છૂટછાટ લીધી હોય તેમ કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં ફક્ત ૧૦ દિવસમાં કોરોનાવાયરસ ચેપનાં કેસ ૨ લાખથી વધીને ૩ લાખ થઈ ગયા છે. એક દિવસમાં મહત્તમ ૧૧,૪૫૮ કેસ નોંધાયા હોવાની સાથે શનિવારે ચેપનો કુલ આંક વધીને ૩,૦૮,૯૯૩ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. વર્લ્ડોમિટર અનુસાર ભારતમાં કોરોના વાયરસનાં કેસને ૧ લાખ સુધી પહોંચવામાં ૬૪ દિવસ થયા હતા, પછીનાં પખવાડિયામાં, આ કેસ વધીને બે લાખ થઈ ગયા, જ્યારે હવે દેશમાં સંક્રમણનાં ૩,૦૮,૯૯૩ કેસની સાથે ભારત સંક્રમણથી વધુ પ્રભાવિત ચોથો દેશ બની ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ હતું કે કેસનાં બમણા થવાનો દર ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થઈ ગયો છે.

ભારત ખોટી રેસ જીતવાના માર્ગ પર ઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી  કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર લોકડાઉન મામલે સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. રાહુલે ટ્‌વીટર પર ચાર ગ્રાફ પોસ્ટ કર્યા છે. જેમાં દેખાય છે કે, લોકડાઉનના ચાર ફેઝમાં કોરોનાના કેસ વધ્યા છે. રાહુલે તેની સાથે લખ્યું છે કે, દર વખતે એક જ ભૂલ કરીને અલગ-અલગ પરિણામોની આશા રાખવામાં આવી રહી છે. રાહુલે કહ્યુ કે, ભારત એક ખોટી રેસ જીતવાના રસ્તે મજબૂતાઈથી આગળ વધી રÌšં છે. એરોગંસ અને ઈ

કાશ્મીરમાં સીઆરપીએફના ૩૧ જવાનો કોરોનાગ્રસ્ત

કુલગામ  જમ્મુ કાશ્મીરના કુલગામમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ દળના ૩૧ જવાનોને કોરોનો પોઝિટીવ આવ્યો છે. અહીં તૈનાત સીઆરપીએફની ૯૦ બટાલિયનમાં ૩૦૦થી વધારે જવાનોનો કોરોનો ટેસ્ટ કરાયો હતો. તેમના રિપોર્ટમાં ૩૧ જેટલા જવાનોને કોરોનો પોઝિટીવ આવ્યો છે. સીઆરપીએફની એક પુરી કંપનીનો ટેસ્ટ કરાયો હતો. આતંકવાદી અને જવાનોની આમને સામને લડાઈ થવાની હતી ત્યારે આ મામલો સામે આવ્યો. આ લડાઈમાં સીઆરપીએફની ૯૦ બટાલિયનને ભાગ લેવાનો હતો.

દિલ્હીના સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા નથી..!!

ન્યુ દિલ્હી ઃ અમેરિકાના ન્યૂયોર્કની જેમ રાજધાની દિલ્હીમાં સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જગ્યાની અછત સર્જાવા માંડી છે. દિલ્હીના નિગમબોધ ઘાટ તરીકે ઓળખાતા સ્મશાન પર કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહો ચિતાઓ માટે ૪૮ પ્લેટફોર્મ છે પણ હવે તે ઓછા પડી રહ્યા છે.જેના પગલે નદી કિનારે બીજા ૨૫ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પંડિતોનુ પ્કહેવુ છે કે, છેલ્લા પંદર દિવસથી રોજ ૪૦ થી ૫૦ મૃતકોની અંતિમ વિધિ અમે કરાવી રહ્યા છે અને હવે તો અમે પણ થાકી ગયા છે.સતત વધતા મૃતદેહો જાઈને અમે પરેશાન થઈ ગયા છે.

આભાર - નિહારીકા રવિયા મોતનો આંકડો સતત વધતાં દિલ્હીમાં બે સ્મશાન ઘાટની જગ્યાએ ચાર સ્મશાન ઘાટ ઉભા કરાયા છે.આમ છતા અંતિમ સંસ્કાર માટે ચાર થી પાંચ કલાક રાહ જાવી પડે તેવી સ્થિતી છે.

દિલ્હીમાં કેસો વધતાં અવરજવર પર નિયંત્રણો  યુપી સરકાર

ન્યુ દિલ્હી  ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ છે કે દિલ્હીમાં વધતા કોવિડ -૧૯ કેસોને કારણે આવી રહેલ ટ્રેનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના નોઇડા અને ગાઝિયાબાદમાં વધતા સંક્રમણનું મુખ્ય કારણ દિલ્હી છે. સરકારે સ્પષ્ટતા કરી કે નોઇડામાં ૪૨ ટકા અને ગાઝિયાબાદમાં ૪૫ ટકા કેસ દિલ્હીમાં ચેપ ફેલાવાના કારણે થયા છે.જે અવર-જવર પર પ્રતિબંધ મૂકવાનું કારણ છે.