મુંબઇ,તા.૧૮ 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે જિયો પ્લેટફોર્મ્સમાંમાં ૧૧માં રોકાણકારની જાહેરાત કરી છે. છેલ્લા ૯ સપ્તાહમાં સતત ૧૦ નિવેશકો પછી હવે સાઉદી અરબની સોવરેન વેલ્થ ફંડ પીઆઈએફ ૨.૩૨ ટકા ભાગીદારી માટે જિયો પ્લેટફોર્મ્સમાં ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ૨૨ એપ્રિલ પછી જિયો પ્લેટફોર્મ્સમાં આ ૧૧મું નિવેશ છે. આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ એકમે છેલ્લા ૯ સપ્તાહમાં વૈશ્વિક રોકાણકારોને ૨૪.૭ ટકા ભાગીદારી વેચીને ૧.૧૫ લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધી ૨૪.૭ ટકા સ્ટેકના બદલે કુલ ૧,૧૫,૬૯૩.૯૫ કરોડ રૂપિયા આવી ગયા છે. જિયોમાં રોકાણ કરનાર કંપનીઓની લિસ્ટમાં દુનિયાભરની ટેકનોલોજી કંપનીઓના સૌથી મોટા રોકાણકાર સામેલ છે. પીઆઈએફએ જિયોની ઇÂક્વટી વેલ્યૂએશન ૪.૯૧ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યૂએશન ૫.૧૬ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવ્યો છે. હાલમાં જ પ્રાઇવેટ ઇÂક્વટી ફર્મ્સ એલ કેટરટન અને ટીપીજીએ જિયોમાં રોકાણની જાહેરાત કરી હતી. જિયોમાં આટલા મોટા સ્તર પર રોકાણની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ૨૨ એપ્રિલે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે ૯.૯૯ ટકાની ભાગીદારી માટે ૪૩,૫૭૪ કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ પછી અત્યાર સુધી જનરલ એટલાંટિક, સિલ્વર લેક પાર્ટનર્સ (બે વખત) વિસ્ટા ઇÂક્વટી પાર્ટનર્સ, કેકેઆર, મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની અને એડીઆઈએ, ડીપીજી અને એલ કેટરટને જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે.