વડોદરા

વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વર્ષોની પદવીદાન સમારોહની પરંપરા કોરોનાને કારણે તૂટી હતી.આજે યુનિવર્સિટીની બી બી એ બિલ્ડીંગમાં ૬૯મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જે કોરોનાને કારણે ઓનલાઇન યોજાયો હતો.જેમાં ચાન્સેલર રાજમાતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપતા હોય તેવું એનિમેશન બનાવવામાં આવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં ૨૮૫ પૈકી ૧૮૧ વિધાર્થિનીઓએ ગોલ્ડ મેડલ મેળવી બાજી મારી હતી. આજે બી બી એ ફેકલ્ટીના દીપ ઓડિટોરિયમ ખાતે કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ૬૯મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં ચાન્સેલર રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો હાજર રહ્યા હતા.આ પદવીદાન સમારોહ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન અમેરિકાથી અજય ભટ્ટ ઓનલાઇન હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પ્રવચન આપ્યું હતું. રાજમાતા શુભાન્ગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરાગત રીતે પ્રત્યક્ષ સ્વરૂપે હાજર રહી દિક્ષાંત સમારોહની શરૂઆત કરી. વિશ્વવિદ્યાલયના બધા જ સીન્ડીકેટ અને સેનેટ સભ્યો અને સવર્ણ પદક મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ સમારોહમાં વર્ચુઅલી જાેડાયા હતા. વિશ્વવિદ્યાલયના ગાન અને દિક્ષાંત સમારોહ ની શરૂઆત બાદ બધી શાખા પ્રતિનિધીઓએ ચાન્સેલર પાસે તેમની શાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની પરવાનગી માંગી હતી.અને ચાન્સેલર રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરા અનુસાર તેની પરવાનગી આપી હતી.

આજના આ કાર્યક્રમ અંતર્ગત ૨૮૫ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.ઓનલાઈનમાં એક એનિમેશન બનાવવામાં આવ્યું હતું.જેમાં રાજમાતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપે છે.અને તેમની સાથે વાઇસ ચાન્સેલર પણ દર્શાવ્યા હતા.એમ એસ યુનિવર્સિટીમાં આ પહેલો અને નવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આ ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થિનીઓ વધુ હતી.૧૮૧ વિધાર્થીની અને ૧૦૪ વિધાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.એટલે કે વિધાર્થીનીઓએ ફરી એક વખત બાજી મારી છે.આ ઉપરાંત ૧૪ ફેકલ્ટીના ૧૩૬૪૨ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.જેમાં પણ વિદ્યાર્થિનીઓ ૭૮૬૦ અને વિધાર્થીઓ ૫૭૮૨નો સમાવેશ થાય છે.પી એચ ડી માં પણ વિદ્યાર્થિનીઓ આગળ  રહી છે.૧૩૭ વિધાર્થિની અને ૭૧ વિધાર્થી છે.

જીવનમાં નિષ્ફળતા એ વાસ્તવિક અર્થમાં સફળ જીવન માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે - અજય ભટ્ટ

એમ એસ યુનિવર્સિટીમાં ૬૯ માં વર્ચ્યુઅલ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા સમારોહ ના મુખ્ય અતિથી અજય ભટ્ટ જી, કે જેઓ યુએસએમાં કોમ્પ્યુટર આર્કિટેક્ટ એન્ડ ઇન્વેન્ટર ઓફ યુએસબી ૨૪ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ ઇન્જીનીયરીગોલના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અજય ભટ્ટજી એ તેમના વક્તવ્યની શરૂઆત સૌ પ્રથમ વિધાર્થીઓને દિક્ષાંત સમારોહની શુભેચ્છાઓ સાથે કરી કે જેમની અથાગ મહેનતના ભાગ રૂપે આપે તેઓ આ સ્થાને પહોંચી શક્યાં છે. તેમણે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિનું મુલ્ય સમજી અને પછી ભવિષ્યનું અન્વેષણ કરવા જણાવ્યું. ખુબ આનંદ સહીત તેમણે જણાવ્યું કે તેમનો આ વિશ્વવિદ્યાલય સાથેનો સબંધ ખૂબ જૂનો છે, કારણ તેમના પિતાજી અને કાકા કયારેક અહી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કેવી રીતે તેના માતાપિતા અને કાકાએ તેમને સતત અને સખત મહેનતનું મહત્વ શીખવ્યું. અને ખાસ કરીને તેમની માતાએ તેમણે શ્રદ્ધા રાખતા અને હંમેશા આશાવાન રહેતા શીખવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તમારા જીવનમાં આગળ વધવા અને સફળ થવા માટે આપણે સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ, માત્ર નવીનતા પર નહીં. સોલ્યુશન શોધતા પહેલા વિદ્યાર્થીઓએ હંમેશા તેમની સમસ્યા વ્યાખ્યાયિત કરવા માટે સક્ષમ હોવું જાેઈએ.જીવનમાં નિષ્ફળતા એ વાસ્તવિક અર્થમાં સફળ જીવન માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે. વધુ આગળ તમને વિદ્યાર્થીઓને સલાહ આપી કે તમારા રોજીંદા કાર્યોની સૂચીમાંથી લક્ષ્ચને લગતા કાર્યોને હંમેશા અગ્રિમતા આપવી જાેઈએ, આ કરવાથી વ્યક્તિની કાર્યદક્ષતા અને ઉત્પાદકતા વધે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જાે તેઓ અગાઉ ઉકેલી ન શક્યા હોત તો તે છોડવું જાેઈએ નહીં. કોઈ પણ સમસ્યાનો વિશિષ્ટ ઉકેલ એ તમને સાચા નેતૃત્વ તરફ લઇ જશે. કોઈપણ નવિનતમ વિચારને સફર બનાવવા તમારી ટીમની સહિયારી મહેનત કામ કરે છે આથી જયારે તમે સફળ થાઓ ત્યારે એ સફળતાનો શ્રેય બધા સાથે શેર કરવો એ ખુબ જરૂરી છે, તેમની સાથે સફળતાની ક્રેડિટ શેર કરવી જાેઈએ. જયારે પણ તમે કોઈ ર્નિણય લો ત્યારે તમારી આંતર લાગણીને અનુસરો અને પોતાના પર અને પોતાના ર્નિણય પર પૂરો વિશ્વાસ રાખો. અને અંતે તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ સમાજમાં કંઈક પાછું આપીને હંમેશા તેમની સફળતાની ઉજવણી કરવી જાેઈએ. આ રીતે તેઓના જીવનમાં હંમેશા એક ર્નિમળ સુખની અનુભૂતિ કરશે.