વડોદરા, તા.૧૭

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પ્રસરી રહી છે તેવા સમયે ઘાતક કોરોનામાં સપડાયેલ એક સંક્રમિત સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેણીનું મોત થયું હતું. મહિલા સહિત ત્રણ દર્દીઓનાં મોત થયાં હતાં. સતત વધી રહેલા કોરોનાના કેસમાં આજે ૧૩૧૩ નવા કેસ નોંધાયા હતા. નવા કેસો સાથે કોરોનાના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૨,૪૨૪ ઉપર પહોંચી છે. હાલ શહેરમાં કુલ ૭૧૮૫ જેટલા કેસો એક્ટિવ, જેમાં ૬૯૬૪ દર્દીઓ હોમ આઈસોલેશન, ૫૨૨૨ દર્દીઓ હોમ ક્વોરન્ટાન હેઠળ છે. જ્યારે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૨૨૧ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. ૯ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૭૪ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. જાે કે, ડેથ ઓડિટ કમિટીએ આજે કોરોનામાં સત્તાવાર મોત જાહેર ન કરતાં કોરોનાનો મૃત્યુઆંક ૬૨૪ ઉપર સ્થિર રહ્યો હતો.

જ્યારે બીજી તરફ ૫૩૦ જેટલા દર્દીઓની હાલતમાં સુધારો આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના જેતલપુર, બાજવા, વારસિયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુના મિલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં કોરોનાલક્ષી કામગીરી સાથે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૮૯૬૭ જેટલા લોકોના સેમ્પલોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરના ચારેય ઝોનમાં પૂર્વ ઝોનમાં ૨૨૬, પશ્ચિમ ઝોનમાં ૩૩૬, ઉત્તર ઝોનમાં ૩૩૮, દક્ષિણ ઝોનમાં ૩૦૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૬ નવા કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા સંક્રમણની સાથે દર્દીઓના મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

શહેરની ગોત્રી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલ હાલોલની કોરોના સંક્રમિત મહિલાનું બાળકને જન્મ આપ્યા બાદ મૃત્યું થયું હતું. કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવશે. બાળકનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


કોરોના ટેસ્ટિંગ માટે હેલ્થ સેન્ટરોમાં ધસારો ઃ કતાર લાગી

ઉત્તરાયણ પર્વના ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ આજથી સરકારી આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં કોરોના ટેસ્ટિંગ માટે ભારે ધસારો જાેવા મળ્યો છે. તો બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં પણ આરટીપીસીઆરના રિપોર્ટ માટે વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સયાજી, ગોત્રી હોસ્પિટલમાં પણ કોરોના ટેસ્ટિંગ માટે કતારો લાગેલી જાેવા મળી હતી. હાલ ઘેર-ઘેર શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓના દર્દીઓ વધતાં વાયરલ બીમારીના કેસોમાં એકાએક વધારો થયો છે. વડોદરા કોર્પોરેશન તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સવારથી કોરોના ટેસ્ટિંગ માટે ભારે ધસારો જાેવા મળ્યો હતો. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા દર્દીઓનો આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાની કીટ પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે પોઝિટિવ આવે તો કોવિડ નિયમોનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ મોટાભાગની ખાનગી લેબોરેટરીમાં હાલ ભારણ વધી ગયું છે. લેબોરેટરીમાં પણ આરટીપીસીઆરનો રિપોર્ટ તૈયાર કરવામાં પણ સમય લાગે છે. ઘણીવાર તો રિપોર્ટ આવવામાં ૨૪ કલાક જેટલો સમય લાગી જાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, તમામ ઉંમરના લોકોના કેસ સામે આવી રહ્યા છે.


ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યા બાદ મોત

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણના કહેરમાં હાલોલની એક રપ વર્ષીય સગર્ભા મહિલા કોરોના સંક્રમિત સાથે શહેરની ગોત્રી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થઈ હતી. નવજાત શિશુને જન્મ આપ્યા બાદ તેણીનું મોત નીપજ્યું હતું. જાે કે, નવજાત શિશુના ટેસ્ટ સેમ્પલો લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જાે કે, નવજાત શિશુનો રિપોર્ટ નેગેટિવ અને તંદુરસ્ત હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. ઘાતક કોરોનાએ તેનો વિકરાળ પંજાે શહેર-જિલ્લામાં ફેલાવ્યો છે જેના પરિણામે સંખ્યાબંધ લોકો કોરોનામાં સપડાયા છે. હાલોલ ખાતે રહેતી રપ વર્ષીય પરિણીતા સગર્ભા હોવાથી પ્રસૂતિ માટે શહેરની ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. દરમિયાન ફરજ પરના તબીબોએ કોરોના પ્રોટોકોલ મુજબ મહિલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં જે રિપોર્ટ કોરોના સંક્રમિત હોવાનો આવ્યો હતો. વોર્ડમાં દાખલ કરી તેની સફળ પ્રસૂતિ કરાવી હતી. જાે કે, મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો હતો. નવજાત શિશુનો ટેસ્ટ કરવામાં આવતાં જે નેગેટિવ આવ્યો હતો. બીજી બાજુ મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યા બાદ માતાનું મોત થયું હતું. તબીબો મુજબ મહિલાને ઝોન્ડીસની અસર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.


પાલિકાના વધુ બે અધિકારીઓ કોરોના સંક્રમિત થયા

કોરોના મહામારીના વધી રહેલા કેસો વચ્ચે વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના એક અધિકારી કોરોના સંક્રમિત થયા બાદ પાણી પુરવઠા વિભાગન એન્જિનિયર પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે પાલિકાના ઓડિટ વિભાગના અધિકારી અને આઈટી વિભાગના અધિકારી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.


સ્જીેં - સ્ઇૈંડ્ઢના ૬ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં બિલ્ડિંગ બંધ કરાઈ

એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રધ્યાપાકો અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા બાદ હવે વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ફાઈન આર્ટસ ફેકલ્ટી અંતર્ગત આવતી મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન વિભાગના ફાઈનલ ઈયરના ર૦ પૈકી ૬ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં બિલ્ડિંગને સેનિટાઈઝેશન કરીને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બે દર્દીઓનાં મોત ઃ દાખલ દર્દીઓનો આંક ર૪

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ૬પ વર્ષીય વૃદ્ધ અને સોમા તળાવ વિસ્તારમાં આવેલ રત્નદીપ સોસાયટીમાં રહેતા ૬ર વર્ષીય વૃદ્ધ કોરોનાના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં સારવાર દરમિયાન કોવિડ વોર્ડમાં મોત નીપજ્યાં હતાં. નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃદ્ધનું કોરોનામાં અવસાન થતાં કોરોનાની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. આ સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આંક ર૪ થયો હતો.


વડોદરામાં ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા

વડોદરા, તા.૧૭

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી ૧ હજારથી વધુ કોરોના

પોઝીટીવ કેસો નોંધાઈર્ રહ્યા છે.ત્યારે સાથે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.વડોદરામાં આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ શહેરમાં ઓમિક્રોન પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૪૬ થઈ છે.

વડોદરામાં છેલ્લા કેટલાય કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે.આજરોજ ઓમિક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. આમ શહેરમાં ઓમિક્રોન કેસોની કુલ સંખ્યા ૪૬ થઈ છે.

પાલિકાના સૂત્રોના જમાવ્યા મુજબ ગોત્રી વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષિય પુરૂષ અને ૬૧ વર્ષિય મહિલા યુકે ટ્રાવેલ કરીને આવ્યા હતા. તેમનામાં લક્ષણો જણાતા તા.૭ જાન્યુઆરીએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને દંપત્તિ સંપુર્ણ પણે વેક્સીનેટેડ છે. તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

જ્‌આરે ઓમિક્રોનના ત્રીજા કેસની મળતી માહિતી મુજબ ફતેપુરા વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષિય પુરૂષની દુબઇના ટ્રાવેલ હિસ્ટ્રી હતી. તા.૭ જાન્યુઆરીના રોજ તેઓનો રિપોર્ટ એરપોર્ટ પર પોઝીટીવ આવ્યો હતો. તેઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. અને તેમના સંપર્કમાં આવેલા ૪ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.