અમદાવાદ-

ગત તા.9 નવેમ્બરથી તા. 15 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને તે દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 14,80,821 નવા મતદારો ઉમેરાયા છે અને તેમાં 18થી 19 વર્ષની વયના 6,30,775 મતદારોનો ઉમેરો થયો છે. રાજ્ય ચૂંટણીપંચના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ જ્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,61,54,897 હતા. નવા 14,80,821 મતદારોનો ઉમેરો થતાં હવે ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા 4,72,43,631 થવા પામી છે. 18થી 19 વર્ષની વય જૂથના કુલ 6,30,775 મતદારો આ વખતે નવા નોંધાયા છે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરી દેવામાં આવી છે અને તેમાં 2,45,05,452 પુરુષ મતદારો અને 4,87,36,865 મહિલા મતદારો છે. થડ ઝેન્ડરના મતદારોની સંખ્યા 1314 થવા જાય છે. 

મતદાર યાદીની તા.15-1-2021ના રોજ કરવામાં આવેલ આખરી પ્રસિધ્ધિ બાદ પણ તા.1-1-2021ની લાયકાતના તારીખના સંદર્ભમાં 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદાર યાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલ તમામ નાગરિકો 'સતત સુધારણા' હેઠળ મતદાર યાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમુનામાં અરજી કરી શકે છે. ઉપરાંત પ્રવર્તમાન મતદાર યાદીમાંથી નામ કમી કરવા, ફોટો-વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મત વિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજી કરી શકે છે તમે મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્નને જણાવ્યું છે.