પટના,

બિહારમાં વીજળી પડવાથી છેલ્લા 10 દિવસમાં 147 લોકોએ જીવ ગુમાવ્યો છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે હવામાન પલટાને લીધે આવા જીવલેણ વીજળી પડવાની ઘટના થઈ રહી છે અને પરિસ્થિતિ વધુ કથળે તેવી સંભાવના છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારમાં માર્ચથી આજ સુધીમાં 215 વાર વીજળી પડવાના કારણે ખેડુતો, મજૂરો અને ભરવાડોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી લક્ષ્મેશ્વર રાયે કહ્યું હતું કે 'મને હવામાન નિષ્ણાતો, નિષ્ણાતો અને અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે વધતા તાપમાનને કારણે વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે વીજળી પડવાના બનાવ એટલા વધી રહ્યા છે.' તેમણે કહ્યું હતું કે એકલા શનિવારે જ 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં વીજળી પડવાની વધુ ઘટનાઓની ચેતવણી આપવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચાલતા ચોમાસામાં વીજળીના બનાવો સામાન્ય છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે બિહારમાં અત્યાર સુધી વીજળીના બનાવોને કારણે થયેલા મોત ઘણી છે. છેલ્લા કેટલાક વર્ષો કરતા આ વર્ષનો આકંડો મોટો છે. ગયા વર્ષે ચોમાસા દરમિયાન કુલ 170 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે જુલાઈની શરૂઆત સુધીમાં વધીને 215 થઈ ગઈ છે.

બિહારના એગ્રોમિટોરોલોજિસ્ટ એટલે કે ખેતી-મોસમના વૈજ્ઞાનિક અબ્દુસ સત્તાર કહે છે કે પર્યાવરણમાં મોટા પાયે અસ્થિરતાને કારણે વીજળી પડવા અને ક્લાઉડબર્સ્ટની વધુ ઘટનાઓ બની રહી છે. તાપમાનમાં વધારો અને ભેજને કારણે તે હજી વધુ વધી ગયો છે.