ભૂજ-

સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂનના રોજ, મહાન વૈજ્ઞાનિક અને નોબલ પારિતોષિક વિજેતા કાર્લ લેંકસ્ટેનર જેમણે બ્લડગ્રૂપ સિસ્ટમથી દુનિયાને વાકેફ કર્યા તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાતાઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. એ પ્રસંગે ભૂજ ખાતે આવલી અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલની બ્લડબેંક વિભાગ દ્વારા કચ્છીજનોને રક્તદાન કરી જરૂરિયાતમંદોનો જીવ બચાવવા અનુરોધ કર્યો છે.

જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંકના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયએ કહ્યું કે, હોસ્પિટલમાં ચોવીસ કલાક બ્લડની આવશ્યકતા રહે છે. જેમાં નિયમિતપણે થેલેસેમિયા, ડાયાલીસીસ, જનરલ સર્જરી અને પ્રસૂતિ માટે સતત માંગ હોય છે. જેમાં દર મહિને ૧૦૦૦થી ૧૨૦૦ યુનિટનો વપરાશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય છેલ્લા બે દાયકાથી જી.કે.ની બ્લડબેંકના પાયામાં રહી રક્તદાતાઓ સાથે નાતો જોડી રાખ્યો છે.તેમણે કહ્યું કે, આજથી ૨૦ વર્ષથી પણ અગાઉ જી.કે.માં માત્ર બે રૂમમાં કચ્છની પ્રથમ બ્લડબેંક શરૂ કરવામાં આવી.જે આજે જિલ્લા સ્તરનું એક મોટું યુનિટ બનીને ૧૦ રૂમની બ્લડબેંકમાં ફેરવાઇ ગયું છે. અહી, વૈજ્ઞાનિક પધ્ધતિથી જુદા જુદા રક્ત ઘટકો જેમ કે, આર.સી.બી., પ્લાઝમા અને પ્લેટલેટ્સને વિભાજિત કરવાની ક્ંપોનેંટસ સુવિધાઓ છે. જેથી

આવશ્યક દર્દીને જરૂરી ઘટકનું બ્લડ આપી શકાય. હોસ્પિટલમાં ૯૦૦ યુનિટ બ્લડની સંગ્રહશક્તિ કરી શકાય છે.બ્લડબેંકના કાઉન્સિલર દર્શન રાવલે જણાવ્યુ હતું કે, જી.કે. ઉપરાંત કચ્છના ૯ તાલુકા મથકોના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેનીમાતૃસંસ્થા અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ છે. આ ઉપરાંત જી.કે.ની બ્લડ જરૂરિયાત આવશકયતા માટે સ્થાનિકે તથા કચ્છમાં વહીવટીતંત્ર, ગ્રામ, સામાજિક,સ્વૈચ્છિક સંસ્થાઑ, અને ઔધોગિક ગ્રહોના સહકારથી શિબિર યોજી રક્તદાતાઓ લોહીનું દાન કરે છે.

હોસ્પિટલમાં કોઈપણ ક્ષણે રક્તની આવશ્યકતા ઊભી થાય અને કટોકટી સર્જાય તો અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું એક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેમના મારફતે કોઈપણ તબક્કે રક્તની ઇમરજન્સીને પહોંચી વળવામાં આવે છે. આ ઉપરાંત રક્તદાતાઓનું એક વ્હોટસેપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું છે. જેઓ નિયમિતરૂપે જી.કે.

હોસ્પિટલને રક્ત માટે મદદરૂપ થાય છે.રક્તદાન મહાદાન છે. એ ૧૮ વર્ષથી વધુ ઉમરના અને ૬૦ વર્ષની વય સુધીના તથા ૪૫થી વધુ વજન ધરાવતી કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. સ્વસ્થ વ્યક્તિ માટે તો રક્તદાન સુરક્ષિત છે. પરંતુ, કેટલીક એવી ગેરસમજ પ્રવતે છે. જેનું ખંડન તબીબો કહી રહયા છે કે રક્તદાનથી લોહી ઘટે છે. એ ખોટી વાત છે પરંતુ, લોહી નવું બને છે. બ્લડપ્રેશરના દર્દી પોતાના બી.પી.ને દવાથી નિયંત્રિત કરતાં હોય તો તેઓ પણ રક્તદાન કરી શકે છે. સામાન્ય રોગ માટે દવા ચાલુ હોય તો રક્તદાન કરી શકાય છે. રક્તદાનમાં બહુ સમય લાગતો નથી. કોઈ સંક્રમણ થતું નથી. કોરોનાની રસી લીધા બાદ ૧૪માં દિવસે રક્તદાતા દાતા રક્તદાન કરી શકે છે.