વડોદરા : શહેર-જિલ્લામાં વકરેલા કોરોનાની મહામારી છ મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે તેમ છતાં કોરોના અંકુશમાં આવવાને બદલે દિવસે ને દિવસે બેકાબૂ બની રહ્યો છે. તંત્ર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે આંકડાઓની માયાજાળ રચી રહ્યું છે. જેના પરિણામે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે વધુ નવા ૧૨૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૧૧,૭૯૯ થઈ છે જેમાં છેલ્લા ૩૦ દિવસમાં ૩૭૩૫ કેસો ઉમેરાયા છે. જેમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ જાેવા મળી રહ્યુ છે. ડેથ ઓડિટ કમિટીએ વધુ બે દર્દીના સત્તાવાર મોતની જાહેરાત કરતાંની સાથે કોરોનાની સારવાર લઈ રહેલા ૭૨ વર્ષીય નિવૃત્ત સ્ટેનોગ્રાફર સહિત ૧૭ દર્દીઓ મોતને ભેટયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ૧૬૬૧ કોરોનાના દર્દીઓમાં રપ૩ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૪૩૮૧ વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪૨૬૪ના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧૧૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ શહેરના અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બાપોદ, શિયાબાગ સહિતના વિસ્તારો તેમજ જિલ્લામાંથી ડેસર, કરખડી, ડભોઈ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, પોર અને ભાયલી સહિતના વિસ્તારોમાં નવા કેસો નોંધાયા હતા. પાદરાના તાજપુરા રોડ પર આવેલ અંબાલાલ પાર્કમાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આજે ૬૦ દર્દીઓને સારવાર દરમિયાન તબિયતમાં સુધારો આવતાં રજા આપવામાં આવી હતી. જેના લીધે અત્યાર સુધી કોરોનામુક્ત થયેલા વ્યક્તિઓની સંખ્યા ૯૯૪૨ થઈ હતી. હાલ ૧૬૬૧ એક્ટિવ કેસોમાંથી ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર, ૭૧ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. 

છેલ્લા ૨૪ કલાકમાં લેવાયેલા ૪૩૮૧ સેમ્પલ

પૈકી ૧૧૭ પોઝિટિવ અને ૪૨૬૪ નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ ૧૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક ૧૧,૭૯૯ ઉપર પહોંચ્યો છે અને આજે વધુ ૨ દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક ૧૯૬ થયો છે. આમ વડોદરામાં કોરોના કેસની સામે મૃત્યુ દર માત્ર ૧.૬૬ ટકા છે. વડોદરામાં આજે વધુ ૬૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯૯૪૨ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૬૬૧ એક્ટિવ કેસ પૈકી ૧૮૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૭૧ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૪૦૮ દર્દીની હાલત સ્થિર છે

આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ અટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બપોદ, શિયાબાગ, ફૈંઁ રોડ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, સુદામાપુરી, કિશનવાડી ગ્રામ્યઃ ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બિલ, કેલનપુર ,શિનોર, સાવલી, પોર, ભાયલી.