અમદાવાદ-

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. મોડી સાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ તાપમાનનો પારો ઉંચો ચડવા માંડે છે. ગઇકાલની સરખામણીએ આજે રાજકોટમાં બે, કેશોદમાં એક, પોરબંદરમાં દોઢ, ભુજમાં 2, કંડલામાં એક ડિગ્રી તાપમાન વધ્યું છે અને તેના કારણે ઠંડીનું જોર ઘટયું છે.

દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો વેરાવળ-દ્વારકામાં ગઈકાલનું અને આજનુ લઘુતમ તાપમાન એકસરખું રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન ગઈકાલે 14.5 ડિગ્રી હતું તે આજે ત્રણ ડિગ્રી વધીને 17.3 ડિગ્રી થઈ ગયું છે. કંડલામાં પણ એકાદ ડિગ્રીનો વધારો થયો છે. અમરેલીમાં ગઈકાલે 18 અને આજે 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. આજે રાજકોટમાં 19, કેશોદમાં 18.6, ભાવનગરમાં 19.2, પોરબંદર 20, વેરાવળ 22, સુરેન્દ્રનગર 19.2 અમરેલી 17.5 મહુવા 18.1, વલસાડ 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.