માઉન્ટ આબુ, ગુજરાતથી માઉન્ટ આબુ ફરવા ગયેલા યાત્રીઓની બસને રવિવારે સાંજે અકસ્માત નડ્યો હતો. ૨૫ જેટલા યાત્રીઓ સવાર હતા એવી આ બસની બ્રેક ફેઈલ થઈ જતાં વીર બાવસી મંદિરની પાસે બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૧૫ મુસાફરોને ઈજા પહોંચી છે. જે મુસાફરોને ઈજા થઈ હતી તે પૈકીના પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

બસમાં સવાર તમામ મુસાફરો ખંભાતના હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘટતી કાર્યવાહી કરી હતી. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓની એક ટૂકડી પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની બચાવ કામગીરી બાદ તેમને પ્રારંભીક સારવાર આપી હતી. છેલ્લા સમાચાર સુધી જાનહાનિના કોઈ ખબર નથી. ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.