વડોદરા : મધ્ય પ્રદેશમાં ભાર વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની ભારે આવકને પગલે સરદાર સરોગવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલીને પાંચ લાખ કયુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના ૧૩ ગામોને  એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે તકેદારીના ભાગરુપે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઈન્દીરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાંચ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા સવારે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર નોંધાઈ હતી. જાે કે સવારે ૧૧ વાગે ૨૩ ગેટ ૨.૮૫ મીટર ગેટ ખોલીને પાંચ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા અને ૮ લાખ કયુસેક સુધી પાણી છોડાનાર હોઈ કરજણ તાલુકાના નાની અને મોટી કોરલ, આલમપુરા, લીલાઈટપુર સહિત ૬ ગામો, શિનરો તાલુકાના કાઢી દેવ સ્થાન, અનસુયા મંદિર, માલસર અને બરકાલ તેમજ ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી અને બરકાલ એમ ૧૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે તકેદારીના ભાગરુપે એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના ૮૦ પગથીયા પાણીમાં ગરકાવ થયા છે. ગરુડેશ્વર બ્રીજ ખાતે સાંજે નર્મદાની સપાટી ૨૩.૧૧ મી અને ગોલ્ડન બ્રિજ ખાતે પ મીટર નોંધાઈ હતી.