અમદાવાદ, વર્ષ ૨૦૨૨ની શરૂઆતની સાથે જ કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જાેકે આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૮ નવા કેસ નોંધાયા છે. આમ ગઇકાલની સરખામણીમાં કેસમાં ઘટાડો થયો હતો. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૪૦૪ નવા કેસ નોંધાયા છે. આજે વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જ્યારે ૯ જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે ઓમિક્રોનનો પણ એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ ૧૩૬ કેસમાંથી ૬૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૩૩ હજાર ૭૬૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૨૦ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૮૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૪૭૫૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૪૭૪૭ દર્દીની હાલત સ્થિર છે. નવસારી બાદ આજે વલસાડમાં પણ કોરોનાથી એકનું મોત નિપજ્યું છે. અગાઉ ૩૦ ડિસેમ્બરે રાજ્યમાં ૨ લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં ૨૯ ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જાેકે ૨૬ ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ ૨૭ ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. ૨૫ ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી ૨ દર્દીના મોત થયાં હતાં. અગાઉ ૧૦મી ડિસેમ્બરે રાજ્યમાં ૩ દર્દીનાં મોત નોઁધાયા હતા.

કોરોનાના સંક્રમણ વધવાને કારણે કડક નિયંત્રણો અને સંચારબંધી વધવાની ચર્ચા

નવા વર્ષના પ્રથમ દિવસથી જ કોરોના અને એમિક્રોનના કેસમાં ભયજનક રીતે ઉછાળો આવી ગયો છે. રોજેરોજ જે રીતે કેસ વધી રહ્યાં છે તેને કારણે ત્રીજી લહેર આવી ગઇ હોય તેવી સ્ફોટક સ્થિતિ સર્જાઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે દરકે નાગરિકાના મુખે એક જ મુદ્દો ચર્ચાઇ રહ્યો છે કે લોકડાઉન ફરી આવશે કે નહીં. પરંતુ જે રીતે સંક્રમણે ફફડાટ ફેલાવ્યો છે તે જાેતાં હવે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. તેમજ કડક નિયંત્રણો લાદવામાં આવશે તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરાયણનો તહેવાર અને વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં ફરી કડક નિયંત્રણો આવી શકે છે તેવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે. સત્તાવાર સૂત્રો દ્વારા મળી રહેલી માહીતી અનુસાર આવા નિયંત્રણો આગામી પંદરમી જાન્યુઆરી બાદ આવી શકે છે. જેને કારણે ફરી પાછો લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આજથી કિશોરોનું રસીકરણ કરવાનું શરૂ

પીએમ મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત વેક્સિન કેવી રીતે અપાશે તે અંગે સવાલે ઉઠી રહ્યા છે. રાજ્યમાં આગામી ૩થી ૯મી જાન્યુઆરી, ૨૦૨૨થી ખાસ અભિયાનના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ-૧૯ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં ૩ જાન્યુઆરી ૨૦૨૨થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે વેક્સિન લઈ શકશે.

હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ૫૦ ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ

સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં ૫૦ ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.ગુજરાત પોલીસના ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ ટ્‌વીટમાં લખ્યું છે કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જાેઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

કોરોનાની ઐસીતૈસી  ગાઈડલાઈનનું ઉલ્લઘન

એકતરફ કોરોના વકરી રહ્યો છે ત્યારે નવા વર્ષની ઉજવણી સાથે અને રવિવારે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. પ્રવેશની સાથે જ વેક્સિનના સર્ટી. ચેક કરાતા હતાં.