સુરત,તા.૧૨ 

વિશ્વના દેશોને પોતાના અજગરી ભરડામાં લઈ ચુકનાર અને વિશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાયરસ સુરત શહેરમાં પોતોનો કાળો કહેર વર્તાયો છે. રવિવારે કોરોનાથી વધુ ૧૩ના મોત અને વધુ ૨૦૫ કેસ નોંધાયા હતા. સુરતમાં રોજબરોજ કોરોના વાયરસ સંક્રમીતોની સંખ્યામાં ધરખમ ઉછાળો આવી રહ્‌ના છે. સરકાર અને તંત્રના લાખો પ્રયાસો વચ્ચે પણ કોરોના અટકવાને બદલે ખુબજ ધાતક બની રહ્‌ના છે. અને રોજના પોતાના સંક્રમીત દર્દીઓનો શિકાર બનાવી રહ્યો છે. ત્યારે આજે કોરોનાના વધુ ૨૦૫ કેસ સામે આવવાની સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭ હજારને પાર કરી ૭૦૧૨ ઉપર પહોંચી છે. જયારે અત્યાર સુધીમાં ૩૦૨ દર્દીઓને ભરખી ગયો છે.સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમીતોની થોકબંધ કેસો સપાટી પર આવી રહ્‌ના છે.

રોજના કોરોના વિક્રમ સર્જી રહ્‌ના છે. તો સાથે સાથે મુત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્‌ના છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં ૧૦ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થઈ રહ્‌ના છે. સ્મશાન ગૂહોમાં તેમની અંતિમવિધિ માટે પણ હવે જાણે વેઈટીંગનો નોબત આવે તેવુ છે. તો બીજી તરફ પોઝિટિવ દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ ખુટી રહ્‌ના છે.

નવસારીમાં કોરોનાનો વ્યાપ યથાવત્‌ : વધુ ૧૧ કેસ નોંધાયા

દક્ષિણ ગુજરાતમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ અતિગંભીર વળાંક લઈ રહી છે. દિવસેને દિવસે લોકલ સંક્રમણના કારણેકેસોમાં તીવ્ર ગતિથી વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે નવસારી જિલ્લામાં વધુ ૧૧ પોઝિટિવ કેસો સામે આવતા કુલ કેસની સંખ્યા ૨૬૬ ઉપર પહોંચી છે. આરોગ્ય વિભાગના સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બે આંકડાની સંખ્યા માં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના અનેક પ્રયાસો છતાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતો નથી અને દિવસે ને દિવસે તેનો વ્યાપ વધુને વધુ આગળ વધી રહ્યો છે. નવસારીમાં નોંધાયેલા કેસો પૈકી નજર માંડીએ તો વિજલપુર નવદુર્ગા વિસ્તારનો ૩૧ વર્ષીય યુવાન. સરદાર ચોક દર્શન એપાર્ટમેન્ટ નો ૩૯ વર્ષીય યુવાન. જલાલપોર ક્રિષ્ના સોસાયટી ચંદન વનમાં રહેતા ૬૩ વર્ષીય પુરુષ. ગણદેવી ભાટ મોહલ્લામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી. ચીખલી ટાઈવાન વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય વૃદ્‌ધ. વાસદા રોયલ રેસિડેન્સીમાં રહેતા ૪૧ વર્ષીય યુવાન. વિઠ્ઠલ મંદિર શંકર રેસિડેન્સીમાં રહેતા ૪૬ વર્ષિય આધેડ. ગણદેવી કોલવા દાંડી ફળિયામાં રહેતા ૩૭ વર્ષ છે યુવાન અને માણેકલાલ રોડ ઉપર રાતી ૨૯ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ નવસારીમાં આજે ૧૧ પોઝિટિવ સાથે કુલ કેસની સંખ્યા ૨૬૬ ઉપર પહોંચી ગઇ છે અને મૃત્યુઆંક બાર ઉપર પહોંચ્યો છે.

સુરત જિલ્લામાં કોરોના બેલગામ વધુ ૪૬ કેસ નોંધાયા : બેનાં મોત

કોરોનાવાયરસ નો વિસ્ફોટ થઇ ગયો હોય તેમ આજે પણ જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો છે સંખ્યાબંધ કેસો રોજ-બ-રોજ સામે આવતા આરોગ્ય વિભાગ રઘવાયું બનીને દોડધામ કરી રહ્યું છે કામરેજ. બારડોલી. ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં કોરોના ના કેસ નો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે આજે ૪૬ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા સડસડાટ ૧૨૬૦ ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ બે મોત થતાં મોતની સંખ્યાનો આંક ૩૭ ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં સુરત શહેરની પેટનૅના મુજબ કોરોના પોઝિટિવ કેસો સામે આવી ગયા છે બીજી બાજુ જિલ્લા આરોગ્ય તંત્રમાં કોરોના સામે લડવા માટે હું બાવો ને મંગળદાસ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હોવાની ચર્ચા છે જિલ્લા આરોગ્ય તંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ હાલ શું કામગીરી કરી રહ્યા છે તેનો જિલ્લાની જાગૃત જનતાને ખ્યાલ આવી શકતો નથી આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો કાતિલ કોરોનાવાયરસ એ જિલ્લામાં કાળો કેર વર્તાવ્યો શરૂ કર્યું હોય તેમ આજરોજ પોઝિટિવ કેસો નોંધાતાં અને મૃત્યુઆંક પણ વધતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને લોકો પણ કોરોના ના ભયનાં ઓથાર હેઠળ રીતસર ધ્રૂજી રહ્યા છે આમ જિલ્લામાં આજે નોંધાયેલા ૪૬ કેસોને લઈને કુલ કેસની સંખ્યા ૧૨૬૦ ઉપર સરદાર પહોંચી ગઈ છે. આ ઉપરાંત બે વ્યક્તિ કોરોના સામે જિંદગી હારી જતાં મૃત્યુઆંક ૩૭ ઉપર પહોંચ્યો છે.