સુરત,તા.૧૭ 

સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. રોજ કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈ રહ્‌ના છે.જેમાં કતારગામ, વરાછા વિસ્તારમાં કોરોનાની ખુબજ વિકટ પરિસ્થિતિ થવા પામી છે. સુરત શહેરમાં શુક્રવારે વધુ પાંચના મોત થયા હતા. નવા ૧૭૭ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮ હજારને પાર કરી ૮૧૦૭ ઉપર પહોચી છે. અત્યાર સુધીમાં કોરોના ખપ્પરમાં ૩૬૨ દર્દીઓ હોમાઈ ચુક્યા છે. શહેરમાં સતત વધતા જતા સંક્રમીતોની સંખ્યાને લઈને હવે વેપારી સહિત લોકો સ્વયંભૂ સ્વૈચ્છીક લોકડાઉન તરફ આગળ આવી રહ્‌ના છે. અને ગુરુવારે શહેરમાં રાંદેર, અડાજણ, પાલ .પાંડેસરા, ઉધના અને ભેસ્તાન. વરાછા, કતારગામ વિસ્તારમાં મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો એક સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જડબેસલાક બંધ પણ રહી હતી શહેરમાં કોરોનાનું સંક્રમણ જે રીતે તીવ્ર ગ્રતિએ આગળ વધી રહ્‌નાં છે જેને પગલે તંત્ર અને સરકારની ઉંઘ ઉડી ગઈ છે. કોરોનાને કાબુમાં લેવા માટે સતત મહેનત કરી રહ્‌ના છે તે વચ્ચે પણ કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. શુક્રવારે બપોર સુધીમાં કોરોના વાયરસના ૯૩ પોઝિટિવ કેસ સપાટી ઉપર આવ્યા હતા.