વડોદરા, તા.૧૩  

જન્માષ્ટમીના દિવસે સોશિયલ મીડીયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રી દરમ્યાન તલવાર વડે દારૂની બોટલોના ફોટાવાળી કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતા યુવાનો નજરે પડ્યા હતા. આ અંગે સયાજીગંજ પોલીસે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોની તપાસ કરતા તે દ્રશ્ય અકોટા બ્રીજ નીચે મહારાજાનગર પાસેનો હોવાની વિગતો બહાર આવી હતી. જેથી સયાજીગંજ પોલીસે વીડિયોમાં દેખાતા યુવાનોની માહિતી મેળવી લીધા બાદ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં વિડીયોમાં દેખાતા તમામ યુવાનોની ધરપકડ કરી હતી.પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર રાહુલ રાજુભાઇ માળી, વિનોદ રાજુ ભાઈ માળી , કૃણાલ તાનાજી સિંધીયા, રોહિત જીતેન્દ્રભાઇ માંડલા, ગીરધારી ગીરી રવિચંદ્ર કહાર, કલ્પેશ મહેન્દ્રભાઇ ગોહિલ, મહેશ વામનરાવ જાધવ, અરૂણ જયંતભાઇ સુર્યવંશી, સચીન ઉફે તીડકે અર્કેશ દયારામ મિશ્રા, સંતોષ શ્રીરામ પટેલ, શીવ અનિલભાઇ ખાંડેકર તથા પરાગ નૈનેશભાઈ ચેતવાલની ધરપકડ કરી હતી.