વડોદરા

ન્યુ વીઆઈપીરોડ પર સંજયનગર સ્થિત ભરવાડ વાસમાં આવેલા જાેગણી માતાના મંદિરમાં નડતર દુર કરવાની ધાર્મિક વિધિ માટે ટોળું ભેગુ કરનાર ભુવા સહિત ૧૮ લોકોની વારસિયા પોલીસે જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી. ખોડિયારનગર રોડ પર આવેલા વુડાના મકાનમાં રહેતા બબાભાઈ મણિલાલ દેવીપૂજક સંજયનગર ભરવાડ માસમાં આવેલા જાેગણી માતાના મંદિરના ભુવા છે. દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર માસમાં પણ તે માતાજીના નૈવેધ્ય માટે ચર્ચા હાથ ધરી હતી. આ દરમિયાન જેસીંગભાઇ ભરવાડ અને તેમના ભાઈ ડાહ્યાભાઈ ભરવાડે મંદિરમાં આવીને તેમના ઘરમાં તકલીફ અને નડતર છે તે દુર કરવા માટે વિનંતી કરી હતી. ભુવાએ ‘તમને જાેગણી માતા અને મેલડી માતાજી નડતરરૂપ છે. ચૈત્રી આઠમના દિવસે માતાજીને નિવેદ ધરાવશો તો તમારી સમસ્યા દૂર થઈ જશે’ તેમ જણાવતા ભરવાડ બંધુઓએ તમે જ વિધિ પતાવો અમે બધો ખર્ચો આપી દઈશું તેમ જણાવ્યું હતું. ભરવાડ બંધુઓના જણાવ્યા પ્રમાણે માતાજીના ભૂવા બાબાભાઇ દેવીપૂજકે આજે વહેલી સવારે માતાજીના નિવેધ માટે આયોજન કર્યું હતું અને આ વિધિમાં સમાજના લોકોને પધારવા માટે જણાવ્યું હતું. નૈવેધ્યના ધાર્મિકવિધિની જાણ થતાં ટોળેટોળા મંદિરમાં ઉમટ્યા હતા. આ બનાવની જાણ થતાં જ વારસિયા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ભુવા સહિત ૧૮ લોકોની અટકાયત કરી હતી.

ધરપકડ થયેલા આરોપીઓના નામ

દિનેશ બાબુભાઇ દેવીપૂજક, લક્ષ્મણ દેવજીભાઇ મારવાડી, વિજય મોહનભાઇ દેવીપૂજક, અલ્પેશ કિશોરભાઇ દેવીપૂજક, અજયભાઇ કનુભાઇ દેવીપૂજક, ધનાભાઇ સંપતભાઇ દેવીપૂજક, બબાભાઇ મણીલાલ દેવીપૂજક, અનિલભાઇ બબાભાઇ દેવીપૂજક, જયેશભાઇ કૈલાશભાઇ વાઘેલા, વાસુભાઇ લવીગભાઇ, રાજેશભાઇ કનુભાઇ દેવીપૂજક, સંજયભાઇ રાજેશભાઇ, અજયભાઇ લવીગભાઇ, પુનામભાઇ બંશીભાઇ દેવીપૂજક, અજયભાઇ ચંદુભાઇ દેવીપૂજક, કિરણભાઇ બબાભાઇ દેવીપૂજક, કમલેશભાઇ વસંતભાઇ, જેશીંગભાઇ મોતીભાઇ ભરવાડ.