વડોદરા, તા.૨૨ 

વાઘોડિયાના આમોદર ખાતેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા સુમનદીપ કોલેજની પાંચ યુવતીઓ સહિત ૧૨ ડોક્ટર્સ વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી. કંટ્રોલની વર્ધીથી વાઘોડિયા પોલીસે ગત મધરાતે દોડવું પડયું હતું અને અચાનક પોલીસને જાતાં ડોક્ટર્સ વિદ્યાર્થીઓનો મોંઘા દારૂનો નશો ઉતરવા માંડયો હતો અને પોલીસને પગે લાગી કાકલુદી-વિનંતીઓ કરવા લાગ્યા હતા. જા કે, પોલીસે કોઈક કારણોસર આ બનાવ પર ઢાંકપીછોડો કરવાનો ભરપૂર પ્રયાસ કરીને કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાઓ ઊઠવા પામી છે.

વાઘોડિયાના આમોદર ગામે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં.૧૧૨માં ભાડે રહેતા ડો. કીર્તન જગદીશ પટેલ અને ડો. જૈનમ વિપુલ મહેતાએ સુમનદીપ કોલેજમાં ઈન્ટર્નશિપ અભ્યાસ કરે છે અને પોતાની સુમનદીપ કોલેજના તબીબી અભ્યાસ કરતા અને ઈન્ટર્નશિપ કરતા ડોક્ટર્સ મિત્રોને પોતાના મકાનમાં ગત રાત્રે બોલાવીને હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂના નશામાં ચકચુર બની પાંચ યુવતીઓ સહિત ૧૨ ડોક્ટર્સે અંદરો-અંદર બૂમ-બરાડાઓ કરતાં અને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી લથડિયાં ખાઈ ઘોંઘાટ કરતા હતા. સોસાયટીના રહીશે પોલીસ કંટ્‌Ùોલ રૂમને ફોન કરતાં વાઘોડિયા પોલીસ મધરાતે દોડતી થઈ હતી. આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર અચાનક પોલીસે ઘેરો ઘાલીને છાપો માર્યો હતો ત્યારે હાઈપ્રોફાઈલ ડોક્ટર્સોનો મોંઘો દારૂનો નશો ઉતરવા માંડયો હતો અને પોલીસને હાથ જાડી કાકલુદીઓ કરવા લાગ્યા હતા. પોલીસે આ રેડમાં યુવતીઓ હોવાથી માહિતી હોવાથી બે વુમન પોલીસ કોન્સ્ટેબલ અંજનાબેન અને અલ્પાબેનને સાથે રાખ્યાં હતાં. મહેફિલના આયોજક ડો. કીર્તન પટેલ અને ડો. જૈનમ મહેતાએ પોતાની ઊંચી લાગવગ ધરાવતા રાજકીય અગ્રણીઓ, પોલીસ અધિકારીઓને ફોન પર ફોન કરવા માંડયા હતા. પરંતુ મધરાત હોવાથી સફળતા મળેલી નહીં. આથી અમદાવાદ પોતના વતન ખાતે પણ ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લથડિયાં ખાતાં અને દારૂના નશામાં તોતડું બોલતી પાંચ યુવતીઓ સહિત ૧૨ જણાની ધરપકડ કરી પોલીસ મથકે લઈ ગયા હતા. જેમાં બે ન્યુ દિલ્હી, એક મધ્યપ્રદેશ, એક તામિલનાડુ અને એક પંજાબ-અમૃતસરની મળીને પાંચ યુવતીઓ હતી. જ્યારે સાત યુવા ડોક્ટર્સમાં યુપી, તામિલનાડુ, હૈદરાબાદ, દિલ્હી અને ત્રણ અમદાવાદના વતની હતા તેવું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. પોલીસે આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલના બનાવને છૂપાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા અને કેટલાક રાજકીય વગ ધરાવતા નેતાઓના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસે આ બનાવ પર ઢાંકપીછોડો કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો.હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા સુમનદીપના ડોક્ટર્સ વિદ્યાર્થીઓને હાઈફાઈ વ્હાઈટ વોકર-ર, બ્લેક ડોગ રિઝર્વ-૧, બ્લેક ડોગ ત્રિપલ રિઝર્વ-૧, ટીચર્સ હાઈલેન્ડ ક્રીમ-૧ અને વેટ-૬૯ની ૧ મળીને કુલ ૬ નંગ દારૂની બોટલો ગટગટાવી ગયા હતા. પોલીસે આરોપીઓની બે કાર કિંમત રૂ.૮ લાખ અને ઊંચી ક્વોલિટીના ૧૦ મોબાઈલ કિંમત રૂ.૧.૫૫ લાખ તથા ૬ દારૂની ખાલી બોટલો મળીને કુલ રૂ. ૯.પપ લાખની મત્તા કબજે કરી હતી.

કોણ કોણ ઝડપાયા

હાઈપ્રોફાઈલ વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા સુમનદીપ કોલેજના ડોક્ટર્સ વિદ્યાર્થીઓ ડો. જૈનમ વિપુલ મહેતા, કીર્તન જગદીશ પટેલ (રહે. ૧૧૨, શ્યામલ કાઉન્ટી, આમોદર, મૂળ રહે. અમદાવાદ), ડો. કોશિ જાસેફ (બોયઝ હોસ્ટેલ સુમનદીપ કોલેજ, મૂળ રહે. હૈદરાબાદ), ડો. અંશુલ રાજેશ ગુપ્તા (બોયઝ હોસ્ટેલ, મૂળ રહે. દિલ્હી), રૂચિત પરાગ શાહ (અનંતા આસ્થા સોસાયટી, અમોદર, મૂળ રહે. અમદાવાદ), ડો. ગણેશ શિવઅન્ના (બોયઝ હોસ્ટેલ મૂળ રહે. તામિલનાડુ), અંકુર મુકેશ ચંદ્રા (અક્ષયયુગ, પવલેપુર, તા.વાઘોડિયા, મૂળ રહે. અલિગઢ)નો સમાવેશ થાય છે. જ્યારે યુવતીઓમાં ચેતના મોહન દુહાન અને પલ્લવી સરોજ કુમાર (વામા હોસ્ટેલ સુમનદીપ, મૂળ રહે. ન્યૂ દિલ્હી), હર્ષિતા અભય કોઠારી (વામા હોસ્ટેલ, સુમનદીપ મૂળ રહે. કર્માણી, એમ.પી.), સરણીતા એડવર્ડ જાન્સન (વામા હોસ્ટેલ સુમનદીપ, મૂળ રહે. તામિલનાડુ) અને સોવિયા સુખરાજ ગીલ (વામા હોસ્ટેલ સુમનદીપ, મૂળ રહે. અમૃતસર, પંજાબ)નો સમાવેશ થાય છે.