રાજકોટ-

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં 55મો પદવીદાન સમારોહ આગામી તા.19ને શનિવારે સવારે 11-30 કલાકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં વચ્ર્યુઅલ ડીજીટલ પ્લેટફોર્મ પર યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના 14 વિધાશાખાના 29720 દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં માત્ર 26 વિધાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી એનાયત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના 55મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર પીયુશભાઇ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પેજ પર ફેસબુક અને યુટ્યુબ પર લાઇવ વેકબાસ્ટીંગ કરવામાં આવશે.આ પદવીદાન સમારોહમાં કુલ 13 વિધાશાખાના 98 વિધાર્થીઓને કુલ 114 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે અને 92 દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 108 રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે.વચ્ર્યુઅલ ડિજિટલ પ્લેટફોર્મ પર યોજાશે. 

કોન્વોકેશન સમારોહમાંગોલ્ડ મેડલ મેળવવામાં સુરેન્દ્રનગર, જામનગર, બાબરા, મોરબીના વિદ્યાર્થીઓ છવાઇ જશેકારણકે સી.યુ.શાહ મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિધાર્થીની શાહ રીયા પ્રકાશભાઇને એમબીબીએસમાં સૌથી વધુ 4 ગોલ્ડમેડલ અને 4 પ્રાઇઝ, સી.યુ.શાહ મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિધાર્થીની ગઢવી કવિતાને એમબીબીએસમાં 3 ગોલ્ડમેડલ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિધાર્થી સરાવના કુમારને એમ.એસ. જનરલ સર્જરીમાં 3 ગોલ્ડમેડલ, પ્રભાબેન કોલેજ, મોરબીની વિધાર્થીની સોઢા માધુરીને એલએલબીમાં 3 ગોલ્ડમેડલ એનાયત થશે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના 55મા પદવીદાન સમારોહના સુચારૂ સંચાલન માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણીક પરિવાર ગરીમાપૂર્ણ ૫૫મા પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે કાર્યરત છે