સુરત-

રાંદેર વિસ્તારમાં બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા યુવકે તેની સાથે જ કામ કરતા આધેડની કિશોર વયની દીકરી પર નજર બગાડી હતી. આધેડની ગેરહાજરીમાં તેના ઘરે આવી કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં કિશોરીને રાંદેરમાં અન્ય એક - જગ્યાએ નવી બંધાતી બિલ્ડિંગની સાઈટ પર લઇ જઈ તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. જાેકે બાદમાં લગ્ન નહીં કરી તરછોડી દેતા આખરે કિશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોપોલીસે નરાધમ યુવક અને તેની મદદ કરનાર મિત્ર સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના રાંદેરમાં ૧૪ વર્ષયી બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પિતાની સાથે કામ કરતા મિત્રએ જ દીકરી સમાન ૧૪ વર્ષની કિશોરી પર નજર બગાડી તેના પર અવર નવર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. માનસિક તણાવગ્રસ્ત કિશોરીએ હતાશ થઈ માતાને તમામ હકીકત જણાવતા આખો મામલો સામે આવ્યો છે. રાંદેરમાં આવેલ પાલનપુર ગામમાં ભક્તિધામ સોસાયટીની બાજુમાં હાલમાં એક બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે. આ જગ્યાએ કામ કરતા મજૂરો બિલ્ડિંગની જગ્યામાં જ વસવાટ કરે છે. નવી બંધાતી આ બિલ્ડિંગમાં મોહમદ સેહબુબ, મોહમદ જમીલ અને અંજાર જમસીર શેખ ત્યાં જ મજૂરી કામ કરી ત્યાં જ વસવાટ કરે છે. મોહમ્મદ સહેબૂબ નામના યુવકે ત્યાં જ મજૂરી કામ કરતા આધેડની ૧૪ વર્ષની કિશોરી પર નજર બગાડી હતી. આધેડ મજૂરીકામ પર હોય ત્યારે મોહમ્મદ સહેબૂબ તેના ઘરે આવી કિશોરી સાથે વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. બાદમાં થોડા દિવસ અગાઉ તેણીને લગનની લાલચ આપી રાંદેર ઝેન હોસ્પિટલની બાજુમાં આવેલ લાઈફ સ્ટાઈલ નામની નવી બંધાતી ટાવર બિલ્ડીંગની સાઈટ ઉપર લઇ ગયો હતો. જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ તેણીની સાથે શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
કિશોરીએ સઘળી હકીકત માતા-પિતાને કરતા ગતરોજ તેઓએ મોહમ્મદ સેહબુબ સામે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે બળાત્કાર ગુજારનાર મોહમ્મદ સેહબૂબ અને તેની મદદગારી કરનાર મિત્ર અંજાર સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.