ગાંધીનગર-

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોલસેન્ટરો શરૂ થઈ ગયા છે. વિસત- ગાંધીનગર હાઇવે પર આવેલા કોમ્પલેક્ષમાં ચાલતું ગેરકાયદેસર કોલસેન્ટર ઝોન ૨ ડીસીપી વિજય પટેલની સ્ક્વોડે ઝડપી પાડ્યું છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વિસત ચાર રસ્તા પાસે રહેતો અક્ષય ભાવસાર નામનો શખ્સ કોમ્પલેક્ષમાં ઓફિસ ભાડે રાખી અને અમેરિકાના નાગરિકોને ફોન કરી સોશિયલ કાર્ડ ખોવાઈ ગયું છે જેને મિસ યુઝ થઈ શકે છે. નવું કઢાવવા પોલીસની હેરાનગતિ થશે કહી નવું કઢાવવા ડોલરમાં ફી લઈ આઈટ્યુન્સના આધારે પૈસા પડાવી છેતરપિંડી આચરતો હતો. ઝોન ૨ ડીસીપી વિજય પટેલની સ્ક્વોડને બાતમી મળી હતી કે, વિસત ગાંધીનગર હાઇવે પર કુંજ કોમ્પ્લેક્સમાં અક્ષય ભાવસાર નામનો શખ્સ યુવકો રાખી ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવે છે. જેના આધારે પોલીસે ઓફિસમાં રેડ કરતા અલગ અલગ કેબિન બનાવી હતી. જેમાં ૮ લેપટોપ, ૬ ઈયરફોન, ડાયલર વગેરે પર કામ કરતા પાંચ યુવકો મળી આવ્યા હતા. કોલ સેન્ટર બાબતે પૂછપરછ કરતાં અક્ષય ભાવસાર આ ઓફિસ ભાડે રાખી આ કોલસેન્ટર ચલાવતો હતો. વિશિ ડાયલર એપ્લિકેશન મારફતે અમેરિકન નાગરિકોને ફોન કરી તમારું સોશિયલ કાર્ડ ખોવાઈ ગયુ છે જેનો મિસ યુઝ કરી શકે છે અને તેને નવું કઢાવવા પોલીસની હેરાનગતિ ન થાય તેના માટે નવું કાર્ડ કઢાવવું પડશે. જેના માટે ડોલરમાં ફી લેતો હતો. આઈટયૂનસને ડોલર લઇ નંબર મારફતે પૈસા પડાવે છે. ૧૫ દિવસથી કોલસેન્ટર ચલાવતો હોવાનું અક્ષય ભાવસારે પોલીસને જણાવ્યું હતું. જાે કે છેલ્લા કેટલાક સમયથી આ કોલસેન્ટર ચાલતું હોવાનું જણાય છે. 

પોલીસે આટલાની ધરપકડ કરી

૧. અક્ષય ભાવસાર (રહે. સુદર્શન એપાર્ટમેન્ટ, વિસત હાઈવે)

૨. ઓસ્ટીન નાદર (રહે. મુંબઈ)

૩. પ્રિન્સ ગુપ્તા (રહે. વસ્ત્રાલ)

૪. આદિત્ય વિરાણી (શ્રી બાલાજી અગોરા રેસિડેન્સી)

૫. અમિત ચચલાણી (રહે. મેઘાણીનગર)