ન્યૂ દિલ્હી,

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસના વિશેષ સ્ટાફે અરુણ જેટલી સ્ટેડિયમથી આઈપીએલ મેચ દરમિયાન બે બુકીઓની ધરપકડ કરી છે. આ બંને બનાવટી માન્યતા કાર્ડ પર ૨ મેના રોજ રમાયેલી મેચમાં સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ ચાલી રહી હતી. પોલીસે બંનેની ઓળખ ક્રિષ્ના ગર્ગ અને મનીષ કંસલ તરીકે કરી છે.

કૃષ્ણા ગર્ગ દિલ્હીના સ્વરૂપ નગરનો રહેવાસી છે, જ્યારે મનીષ કંસલ પંજાબના જલંધરમાં ગગન વિહારનો રહેવાસી છે. આ સમગ્ર મામલાની તપાસ માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ કોઈ મોટી ગેંગ સાથે સંબંધિત હોઈ શકે છે. મેચ ફિક્સ કરવાની બાબત પણ સામે આવી રહી છે. જો કે હાલમાં પોલીસ અધિકારી આ કેસમાં તપાસ કરી રહ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૨ મેના રોજ અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ મેચ રમવામાં આવી હતી. આ મેચ દરમિયાન, વીઆઇપી લાઉન્જ નજીક ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા બે શકમંદો જોયા હતા. ત્યાં તેની હાજરી જોઇને પોલીસ શંકાસ્પદ બની ગઈ. જ્યારે પોલીસે બંનેને સ્ટેડિયમમાં હાજર રહેવાનું કારણ પૂછ્યું તો તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. આ પછી, ક્રિષ્ના ગર્ગ નામના યુવકે પોલીસ કર્મચારીઓને કહ્યું કે તેની પાસે માન્ય કાર્ડ છે, પરંતુ જ્યારે પોલીસકર્મીએ તપાસ કરી તો તે બનાવટી હોવાનું બહાર આવ્યું. પોલીસે જણાવ્યું હતું કે બંને બનાવટી કાર્ડ લઈને સ્ટેડિયમની અંદર પ્રવેશ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ સટ્ટો રમવા માટે નકલી કાર્ડ બનાવ્યું હતું. હાલ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે એફઆઈઆર નોંધીને બંનેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે.