અમદાવાદ-

સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ૨ દિવસ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસર તળે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે. જો કે છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો રાજ્યભરના ૧૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજીબાજુ આજે વહેલી સવારથી રાજ્યના એક પણ જિલ્લામાં વરસાદ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં ૩ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના ચોટીલામાં મોડીરાતે અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાત કરીએ તો રાજ્યના ૨૬ તાલુકામાં આજ સવાર સુધીમાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચોટીલામાં ૬૫ મિમી, કલ્યાણપુરના દ્વારકામાં ૫૪ મિમી, રાજુલામાં ૫૨ મિમી, ભેંસાણમાં ૩૭ મિમી, લખતરમાં ૩૭ મિમી, તાલાલામાં ૩૬ મિમી, સાવરકુંડલામાં ૩૫ મિમી, અમરેલીમાં ૩૪ મિમી, વીંછીયામાં ૩૧ મિમી, બાબરામા ૨૯ મિમી, વેરાવળમાં ૨૭ મિમી, હળવદમાં ૨૨ મિમી, ભાણવડમાં ૨૧ મિમી અને રાજકોટમાં ૧૬ મિમી વરસાદ ખાબક્યો હતો.

કાલથી ૨ દિવસ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહુવામાં ભારે વરસાદથી નિકોલ બંધારામાં નવા નીરની આવક 

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ દીવસથી અનરાધાર મેઘો વરસતા ઉપવાસના વિસ્તારોથી લઇ નિકોલ બંધારા સહિત ભાગરોલી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે મહુવાના સથરા તેમજ બુટિયામાં પાણીનો પ્રવાહ પુલ પર વધી જતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો અને ૯ જેટલા ગામોનો જેમાં બગદાણા, બેલમપર, તરેડ રાણીવાળા, વાલાવાવ સહિતનાનો સંપર્ક તૂટ્યો હતો જો કે પાણીનો પ્રવાહ ઓછો થતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો.