વડોદરા-

 દેશ -રાજ્યમાં કોરોનાના કેસમાં તિવ્ર વધારો થઇ રહ્યો છે. દરરોજ એક નવી સપાટીએ દેશના કોરોના કેસનાં આંકડા પહોચી રહ્યા છે એવામાં રાજ્યના ધારાસભ્યોને પણ કોરોનાએ પોતાની ઝપેટનમાં લીધા છે.

રાજ્યમાં એનેક નેતાઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને કેટલાક નેતાઓેનુ તો દુખદ અવસાન પણ થયા છે ત્યારે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને પણ કોરોનાનો ચેપ લાગ્યા છે જોકે તેમને વાયરસના લક્ષણો ન હોવાના કારણે તેમને ઘરમાં જ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

તો બીજી કરફ કરજણ-શિનોરના પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. રીપોર્ટ પોઝેટીવ આવતા તેમની સારવાર શરુ કરવામાં આવી છે.