નર્મદા-

નર્મદા જિલ્લામાં કરજણ નદીમાં ન્હાવા ગયેલા પાંચ કિશોરોમાંથી બે કિશોરો લાપતા છે. ભારે વરસાદને પગલે ડેડીયાપાડા વિસ્તાર માંથી વધુ પાણીની આવક થતા કરજણ નદીમાંથી પાણી છોડાયું છે, જેથી કરજણ નદી બે કાંઠે વહી રહી છે. નાંદોદ તાલુકાના ભદામ ગામના 5 કિશોરો કરજણ નદીમાં ન્હાવા પડ્યા, અચાનક તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા.

જો કે એમાંથી 3 કિશોરોએ પોતાની સુજ ભુજ વાપરી નદીના વહેણ માંથી બહાર નીકળી ગયા હતા જ્યારે 2 કિશોરોનો હજુ પણ લાપતા હોવાથી રાજપીપળા પોલીસ, રાજપીપળા પાલિકા ટીમના ફાયર ફાઈટરો દ્વારા એમની શોધખોળ હાથ ધરાઈ છે.આ શોધખોળ દરમિયાન આખું ભદામ ગામ કરજણ નદી કિનારે ઉમટી પડ્યું હતું, મોદી સાંજ સુધી લાપતા બાળકોનો કોઈ પતો લાગ્યો ન હતો. 

નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો.દરમિયાન ગામના બાળકો ગામના પાદરે રમતા હતા.દરમિયાન ગામના શુભમ પટેલ, અમર ગોહિલ, પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલ નજીકની કરજણ નદીમાં ન્હાવા ગયા હતા.