અયોધ્યા-

રામ મંદિર ભૂમિ પૂજન માટે રામની નગરી અયોધ્યા સંપૂર્ણ પણે તૈયાર છે. રામનગરીમાં આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મહેમાન આવવાના શરૂ થઈ ગયા છે. આ મહેમાનોમાં અમુક સાધુ એવા છે કે જે પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી ઈંટ લઈને આવ્યા છે અને તેના પર તામિલ ભાષામાં લખવામાં આવ્યું છે 'જય શ્રીરામ'. સોના ચાંદીની આ ઈંટોને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને દાન કરી દેવામાં આવશે.એજન્સી એએનઆઈનાં જણાવ્યા પ્રમાણે, તમિલનાડુનાં સાધુ સોના અને ચાંદીથી બનેલી ઈંટ સાથે લાવ્યા છે.

સંત મન્નારગુડી જિયારસ્વામીનાં જણાવ્યા અનુસાર અમે સોના અને ચાંદીનીં ઈંટને અયોધ્યામાં ભગવાન રામનાં ભવ્ય મંદિર બનાવવાનાં ઉદ્દેશ્યથી દાન કરવા માટે લાવ્યા છે.આ માટે તામિલનાડુનાં લોકો પાસેથી દામ એકત્ર કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું કે અમે હવે ટ્રસ્ટ પર છોડી દીધું છે કે તેનો વપરાશ ક્યાં કરવો. અમારો એક માત્ર ધ્યેય એ છે કે કોઈ પણ રીતે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવે. સોનાની ઈંટનું વજન 5 કિલો અને ચાંદીની ઈંટનું વજન 20 કિલો છે.

જણાવવું રહ્યું કે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનનાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુનાં વિવિધ જીલ્લાઓમાંથી લોકો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે પાંચ ઓગસ્ટે રામ મંદિર શિલાન્યાસ કરશે.