વડોદરા, તા.૧૩

આવો જ એક બનાવી સયાજીગંજ પોલીસ મથકે નોંધાયો છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશવાંચ્છુકો પાસેથી નાણાં પડાવી વિઝા નહિ આપી ૯.૪૭ લાખની છેતરપિંડી આચરવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવા પ્લાન ઘડી સારા એજન્ટને શોધી રહ્યા હતા. દરમિયાન તેમના મિત્ર રવિભાઈ બારોટ (રહે. - નડિયાદ)ની અલંકાર ટાવરમાં ઓફિસ હોઈ તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે. તેણે ઘણા બધા માણસોનું સારું કામ કર્યું છે, તમારા કામની પણ હું બાંહેધરી આપું છું. ત્યાર બાદ તેમના મિત્રએ ભાવેશ ઘનશ્યામ વાળંદ (રહે. વાણિયા શેરી, વાણંદ ફળિયું, વડોદરા)નો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન ૧૮ લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું અને કામ માટે ટિકિટ પેટે એડવાન્સ ૧.૫૦ લાખ આપ્યા હતા. ત્યાર બાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા ૨.૫૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

બે દિવસમાં ટિકિટ મળી જવાની ખાતરી આપતાં તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ ન મળતાં તેઓએ ભાવેશભાઈનો સંપર્ક સાધતાં સંપર્ક થયો ન હતો. જેથી તેઓએ પોલીસનો સંપર્ક સાધતાં ભાવેશે જણાવ્યું હતું કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી. દરમિયાન પરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ભાવેશકુમાર અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ભાવેશે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે નાણાં પણ પડાવ્યા છે. જેમાં પિયુષ પટેલના ૧૦ હજાર, અભિષેક પારેખના ૧.૫૦ લાખ, રફિકભાઈ ૯૫ હજાર, ભાવિન પરમાર ૧ લાખ, ડિસોઝા જાેસેફના ૪૭ હજાર, જયેશકુમારના ૯૮,૫૦૦, પીટર ફર્નાન્ડીઝના ૪૭ હજાર મળી ૯,૪૭,૫૦૦ તેમજ અન્ય બીજા ઘણા વ્યક્તિઓ પાસેથી નાણાં ખંખેરી પરત આપ્યા ન હોવાનું સપાટી પર આવ્યું છે.